કેરળમાં નિપાહનું બાંગ્લાદેશી વેરિયેન્ટ મળ્યું, 2 લોકોના મોત, સ્કૂલ-કોલેજ બે દિવસ માટે બંધ


  • Published By :
  • Published Date : 2023-09-14 19:03:00

કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના વધતા કેસ વચ્ચે આજે ગુરૂવાર 14 સપ્ટેમ્બરના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેરળમાં બે લોકોના મોત થઈ ચુક્યા છે. એક નવ વર્ષનું બાળક આઈસીયુમાં છે. જેની સારવાર માટે સરકારે ICMR પાસેથી મોનોક્લોનલ એન્ટિબોડીઝ મંગાવી છે. બાળક વેન્ટિલેટર સપોર્ટ પર છે. 2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા.ઉલ્લેખનિય છે કે વર્ષ 2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા

 

આરોગ્યકર્મી પણ નિપાહની ઝપેટમાં 


કેરળમાં આરોગ્યકર્મી પણ નિપાહ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ સાથે જ રાજ્યમાં નિપાહ વાયરસના એક્ટિવ કેસ વધીને 5 થઈ ગયા છે. ગુરૂવારે સેન્ટ્રલ હેલ્થ ટીમ કેરળના કોઝિકોડ પહોંચી છે. આ ટીમ જિલ્લા વહીવટી તંત્રની સાથે નિપાહ વાયરસ અંગે ચર્ચા કરશે. બુધવારે કોઝિકોટ મેડિકલ કોલેજની એક ટીમે નિપાહ વાયરસની તપાસ માટે મરૂથોંકારા ગામમાંથી સોપારી અને અમરૂદના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા પ્રમાણે કેરળમાં જે વાયરસની પુષ્ટી થઈ છે તે બાંગ્લાદેશી વેરિયેન્ટ છે, અને તે માણસો દ્વારા માણસોમાં ફેલાય છે. આ વાયરસમાં મૃત્યુદર વધુ છે,જો કે તે ઓછો સંક્રામક છે. 


આરોગ્ય વિભાગની ચિંતા વધી


કેરળમાં નિપાહ સંક્રમિત દર્દીઓ સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધવા લાગી છે.આ સાથે રાજ્યમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચેપને ફેલાતો રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે. દર્દીઓના સંપર્કમાં આવેલા 700 જેટલા લોકોની યાદી બનાવવામાં આવી છે. તેમાંથી 77 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. નિપાહ વાયરસના ચેપને કારણે રાજ્યમાં બે દર્દીઓના મોત પણ થયા છે.મંત્રીએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સમગ્ર રાજ્યમાં ચેપ ફેલાઈ જવાનો ભય છે. રાજ્યએ ચેપને રોકવા માટે ઘણા પગલાં લીધાં છે. હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવેલા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે પહેલું મોત 30 ઓગસ્ટ અને બીજું મોત 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. વાયરસ અંગે કેરળના 4 જિલ્લા કોઝિકોડ, વાયનાડ અને મલપ્પુરમ એલર્ટ પર છે. હોસ્પિટલોમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી દવાઓ અને જરૂરી ચીજોની દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.