4 રાજ્યોથી આવી રહેલા રિઝલ્ટ પર Rajasthanના સહપ્રભારી Nitin Patel તેમજ ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું તેમણે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-03 13:35:51

ચાર રાજ્યો માટે મતગણતરી ચાલી રહી છે. છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા માટે મતગણતરી ચાલી રહી છે. ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. અલગ અલગ જગ્યાઓ પરથી જીતની ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે ભાજપની સરકાર બનશે તેવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાતના કાર્યકર્તાઓ ગરબાના તાલે ઝુમી ઉઠ્યા છે. દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતના દિગ્ગજ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.    

રાજસ્થાનના સહપ્રભારી નીતિન પટેલે આપી પ્રતિક્રિયા 

રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર બનાવી રહ્યું છે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજસ્થાનના પ્રભારીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં ઘણા સમયથી ભારતની જનતા જેની રાહ જોતી હતી તે શુભ દિવસ આજે છે. આજે 4 રાજ્યોમાં ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે "રાજસ્થાનની જનતાએ કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને હટાવવા માટે ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને મને આનંદ છે કે રાજસ્થાનની જનતા અને કાર્યકરોએ અમારી સરકાર બનાવી છે. હવે ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ અમારી સરકાર કામ કરશે અને રાજસ્થાનનો વિકાસ થશે."



દરેક ઘરમાં મોદી સરકારનું કામ પહોંચ્યું છે - ઋષિકેશ પટેલ  

નીતિન પટેલ ઉપરાંત ઋષિકેશ પટેલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે જેમ આશા હતી તેવા પરિણામો આવ્યા છે. પરિણામો ખૂબ સારા છે. દરેક ઘરમાં ભાજપ અને મોદી સરકારનું કામ પહોંચ્યું છે. નવી નવી યોજનાઓ દરેક લોકો સુધી પહોંચી છે. દેશ પીએમ મોદીને ચાહે છે.   




વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.