Kadiનાં કાર્યક્રમ દરમિયાન Nitin Patel એ જાહેર મંચ પરથી BJPનો જૂથવાદ ખુલ્લો પાડ્યો? સાંભળો નીતિન પટેલના નિવેદનને..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-13 12:49:24

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. અનેક નેતાઓએ ચૂંટણી લડવાનો સ્વૈચ્છિક રીતે ઈન્કાર કરી દીધો છે એ ભાજપના હોય કે કોંગ્રેસના હોય. નીતિન પટેલે થોડા સમય પહેલા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. પરંતુ એક કાર્યક્રમમાં નીતિન પટેલે બળાપો કાઢ્યો હોય તેવું લાગ્યું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડીમાં નગરપાલિકાના લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તે  દરમિયાન તેમણે કહ્યું કે ભાજપમાં પણ જુથવાદ તો છે. વધુમાં તેમણે કહ્યું કે આજકાલના આવેલા મને શીખવાડે છે. 

જાહેર મંચ પરથી નીતિન પટેલે કાઢ્યો બળાપો!

સામાન્ય રીતે જ્યારે કોઈ નેતા ભાષણ આપતા હોય છે તે ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે હમણાં તો ચૂંટણીનો સમય છે. નેતા દ્વારા આપવામાં આવતા નિવેદનને ચૂંટણીના પરીપેશયથી જ રીતે જોવામાં આવે છે. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલું ભાષણ ચર્ચાનો વિષય બન્યો છે. નીતિનભાઈએ જાહેર મંચ પર ખુલાસો કર્યો અને કહ્યું કે ચુંટણીમાં મે કહ્યું ભરત ને મદદ કરો, મને કહેવાયું ભરત ના ચાલે. તમે આજકાલ ના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં કાઈ તમને ખબર નથી. 


આજકાલના આવેલા મને શીખવાડશે? - નીતિન પટેલ 

વધુમાં નીતિન પટેલે કહ્યું કે તમે આજકાલના આવેલા અમને શીખવાડશો? કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. કોઈ ચમચાગીરી નહીં કરવાની. નીતિન પટેલે પછી ઉદાહરણ આપ્યું કે મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. અત્યારે ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે. ત્યારે નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..      



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.