BJPના કાર્યકર્તાઓને Nitin Patelએ આપ્યો ઠપકો, ગ્રાઉન્ડ પર કામ કરવા જવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી


  • Published By :
  • Published Date : 2023-11-29 14:56:28

ભાજપ જે હમેશાથી પોતાના કાર્યકર્તાઑ અને તેમની મેહનત માટે વખણાય છે પણ આજકાલ કાર્યકરતો સરખું કામ નથી કરતાં લગતા કારણકે અવાર નવાર જૂના નેતાઓ અને પ્રદેશ અધ્યક્ષ C.R Patil પણ કાર્યકર્તાઓને ઠપકો આપતા દેખાય છે. ફરી એક વાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાઓને મીઠો ઠપકો આપ્યો છે.

  

નીતિન પટેલ : ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPS ક્લિયર કરી નથી શકતા - BBC News  ગુજરાતી



સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત હતા નીતિન પટેલ

કડીમાં  પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શહેર તેમજ તાલુકાનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીતિન પટેલે હોદ્દેદારોને મીઠો ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, માત્ર સોશિયલ મીડિયામાં ફોટા મૂકી દેવાથી જવાબદારી પૂર્ણ થતી નથી. હોદ્દેદાર બન્યા પછી લોકોની સેવા ન કરીએ તો તે સારૂ ન કહેવાય. કાર્યકરની બધી જવાબદારી સોશિયલ મીડિયામાં આવતા ફોટામાં સમાઈ જાયએ યોગ્ય નથી. 


 

જો કાર્યકર્તાઓ કામ નહીં કરે તો... 

મહત્વનું છે કે આની પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે પણ કાર્યકરતોને લાલ આંખ કરીને કહી દીધું હતું કે જો સરખું કામ નહીં કરો તો હોદ્દેદાર નહીં બનાવીએ. કોઈ પદ નહીં આપીએ. હવે ભાજપના ડખા પછી કાર્યકરોના કામકાજ પર ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે. આ ઠપકા કાર્યકર્તાઓ કેટલા માને છે એ જોવાનું રહ્યું!



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે