Nitish Kumarએ મહિલાઓને આપેલા નિવેદન પર માફી માગી, કહ્યું હું મારા શબ્દો પાછા ખેંચુ છું...


  • Published By :
  • Published Date : 2023-11-08 11:53:27

ગઈકાલથી નીતિશ કુમાર દ્વારા આપવામાં આવેલું નિવેદન ચર્ચામાં છે. રાજ્યમાં વસ્તી વૃદ્ધિની ચર્ચા થઈ રહી હતી તે દરમિયાન તેમણે એવી વાત કહી દીધી કે મહિલા ધારાસભ્યો તે વાતનો વિરોધ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આજે જ્યારે મુખ્યમંત્રી નિતીશ કુમાર વિધાનસભા પહોંચ્યા હતા ત્યારે તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. મહિલા ધારાસભ્યોએ તેમને પ્રવેશ ન કરવા દીધા. મહિલા ધારાસભ્યોની નીતિશ કુમારે માફી માગી અને કહ્યું કે તેમનો ઈરાદો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાની ન હતી. હું છોકરીઓની શિક્ષા પર બોલી રહ્યો હતો, જન્મ દર પર બોલી રહ્યો હતો. જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.

વિધાનસભામાં સેક્સને લઈ આપ્યું નિવેદન 

બિહાર વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. આજે આ સત્રનો ત્રીજો દિવસ છે. ગઈકાલે જ્યારે વિધાનસભામાં ચર્ચા ચાલી રહી હતી તે વખતે નીતિશ કુમારે એક નિવેદન આપ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે. નિવેદનમાં નીતિશ કુમાર એવું સમાજાવવા માગતા હતા કે છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી, જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે, તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. એ નિવેદન બાદ વિરોધ શરૂ થઈ ગયો હતો. આજે બિહારના મુખ્યમંત્રી જ્યારે વિધાનસભા પહોંચ્યા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહિલા ધારાસભ્યોએ તેમના નિવેદનનો વિરોધ કર્યો હતો. 


નિવેદનને લઈ મુખ્યમંત્રીએ માફી માગી 

સોશિયલ મીડિયા પર નીતિશ કુમારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઈ રહ્યા હતા. ટ્વિટર પર તે ટ્રેન્ડીંગ હતા. ત્યારે વિવાદ વધતા મુખ્યમંત્રીએ માફી માગી છે.   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.