નીતિશ કુમારે ઈશારા ઈશારામાં બિહાર માટે રૂપિયા પહેલા દિવસે જ માગી લીધા, સાંભળો NDAની સંસદીય બેઠકમાં શું બોલ્યા નીતિશ કુમાર?


  • Published By :
  • Published Date : 2024-06-07 15:21:06

દેશમાં કોની સરકાર બનશે તેની ચર્ચાઓ ચૂંટણીનું પરિણામ આવ્યું તે બાદથી થઈ રહી છે..આ વખતે એનડીએની સરકાર બનવાની છે.. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર સરકારનો આધાર રહેલો છે. તેમના ટેકાથી સરકાર બનશે તેવું હાલ લાગી રહ્યું છે. એવી માહિતી સામે આવી છે કે નીતિશ કુમાર અને નાયડુ  દ્વારા શરતો રાખવામાં આવી છે. અનેક મંત્રાલયોની માગ કરવામાં આવી છે. નીતિશ કુમાર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહેતા હોય છે. આજે એનડીએના સંસદીય દળની મીટિંગ મળી હતી જેમાં નીતિશ કુમારે આડકતરી રીતે એવી વાત કહી દીધી કે તેની ચર્ચા થઈ રહી છે...

શું કહ્યું નીતિશ કુમારે સંસદીય દળની બેઠકમાં?  

NDAના સંસદીય દળની મિટિંગમાં બિહારના CM નીતીશ કુમાર બોલી રહ્યા હતા. સંસદીય દળની બેઠકનું આયોજન સંસદમાં કરાયું હતું . બધા જ રાજકીય પક્ષોએ પીએમ મોદીને NDAના સંસદીય દળના નેતા તરીકેની નિમણુંક માટેનો ઠરાવ પસાર કર્યો. આ બેઠકમાં બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે , તમે જે કામ ઇચ્છશો અમે પુરા સહયોગથી તેને પૂરું કરીશું . બધા જ સંગઠિત થઈને પુરા દેશને આગળ વધારીશું. મારો આગ્રહ તો એ જ છે કે જલ્દીથી જલ્દી કામ શરુ થઈ જાય. અમે ઇચ્છતા હતા કે , તમારા શપથ ગ્રહણ આજે જ થઇ જતા તો સારું થાત . જે લોકો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં જવા માંગે છે તેમને કોઈ લાભ નથી.




9 તારીખે પીએમ મોદી લઈ શકે છે શપથ!

બોલવાની શરૂઆતમાં તેમણે કહ્યું કે અમારી પાર્ટી જનતા દળ યુનાઈટેડ ભારતીય જનતા પાર્ટી સંસદીય દળના નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન આપે છે. પીએમ 10 વર્ષથી મોદી પીએમ છે અને ફરીથી તે પીએમ બનવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે સમગ્ર દેશમાં ફરી એક વાર ગઠબંધન યુગનો આરંભ થઈ ચુક્યો છે. આ સાથેજ NDAના મુખ્ય બે સાથી પક્ષો એવા TDP અને ચંદ્રાબાબુ નાયડુએ BJP  સમક્ષ ખુબ મહત્વના મંત્રીપદો માંગ્યા છે . આ સાથે જોવાનું એ પણ છે કે લોકસભાનું સ્પીકર પદ કયા પક્ષને મળશે? મહત્વનું છે કે એવી માહિતી સામે આવી છે કે 9 જૂને પીએમ મોદી પ્રધાનમંત્રી તરીકેના શપથ લઈ શકે છે.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે