નિતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડશે, 28 જાન્યુઆરીએ લેશે શપથ, સુશીલ મોદી બનશે ડેપ્યુટી CM


  • Published By :
  • Published Date : 2024-01-26 14:55:55

બિહારમાં રાજકારણ ગરમાયું છે, આરજેડી સાથે ખેંચતાણ વચ્ચે નિતિશ કુમારે ફરી એક વાર રાજ્યમાં નવી સરકારની કવાયત શરૂ કરી છે. જેડીયૂએ પોતાના તમામ ધારાસભ્યોને તાત્કાલિક પટણા છોડવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં એનડીએના સહયોગી પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે. મળતી જાણકારી મુજબ નિતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બની શકે છે, જ્યારે સુશીલ મોદી રાજ્યના ડેપ્યુટી સીએમ બનશે તેવી પુરી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે હાલ સુશીલ મોદી રાજ્યસભા સાંસદ છે અને તે 15 જુલાઈ 2017 થી 15 નવેમ્બર 2020 સુધી બિહાર સુધી ડેપ્યુટી સીએમ રહી ચુક્યા છે. આજે સાંજે ચાર કલાકે નિતિશ કુમાર રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે. ભાજપ અને જેડીયુના સુત્રોના જણાવ્યા પ્રમાણે તારીખ 28મીએ બિહારમાં નવી સરકાર બની શકે છે. 


ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડશે


નિતિશ કુમાર કોંગ્રેસ અને આરજેડીથી નારાજ છે, તેઓ ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડી ફરી એનડીએમાં જોડાશે.જેડીયુએ કર્પૂરી ઠાકુરની 100 મી જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નિતિશ કુમારે પરિવારવાદ પર નિશાન સાધતા જ બિહાર રાજનિતીમાં પલટો આવ્યો હતો. નિતિશ કુમારનો ઈશારો લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાધી પર હતો. આ રાજકીય ઉથલપાથલમાં લાલૂની પુત્રીએ રોહિણીએ નિતિશને નિશાન બનાવીને વિવાદાસ્પદ ટ્વીટ કરતા નિતિશ કુમારે લાલુ યાદવની પાર્ટી સાતે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો. 



જમાવટની ટીમ કચ્છના એક એવા આશ્રય સ્થાન આપતા રૈન બસૈરા શેલ્ટર હોમ પહોંચી હતી જેનું નામ હતું મા બાપનું ઘર.. જ્યાં એવા લોકોને રાખવામાં આવે છે જે લોકો પાસે ઘરનો આસરો નથી હોતો, જે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર રખડતા, ભટકતા લોકો હોય છે તે લોકોને સાચવે છે...

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..

ગઈકાલે પીએમ મોદીએ વારાણસીની લોકસભા બેઠક પરથી પીએમ મોદીએ દાવેદારી નોંધાવી હતી.. ઉમેદવારોએ એફિડેવિટ કરવી પડતી હોય છે જેમાં તેમની પાસે કેટલી મિલકત છે, કેટલું સોનું છે તે સહિતની વિગતો આપવાની રહે છે. પીએમ બન્યા પછી તેમની સંપત્તિમાં વધારો થયો છે.

એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..