ભારતની સલાહ લીધા વિના વિશ્વમાં કોઈ પણ મોટા મુદ્દાનો નિર્ણય લેવામાં આવતો નથી: એસ જયશંકર


  • Published By :
  • Published Date : 2024-01-13 17:26:00

વિદેશ મંત્રી ડો. એસ જયશંકર હાલ મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. તેમણે નાગપુરમાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડો. હેડગેવાર અને ગુરુજીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું કે હવે આપણે બદલાઈ ગયા છિએ તેથી દુનિયાનો આપણા તરફ જોવાનો દ્રષ્ટીકોણ પણ બદલાઈ ગયો છે. દુનિયામાં કોઈ પણ મોટા મુદ્દાઓ હવે ભારત સાથે વિચાર-વિમર્સ અને સલાહ વિના નક્કી થતાં નથી. 


કાલે અમેરિકાના વિદેશ મંત્રી સાથે કરી ચર્ચા


લાલ સાગરમાં સુરક્ષા પરિસ્થિતીઓ હવે હુથી બળવાખોરોના કારણે મોટા પડકારરૂપ બની ગઈ છે. આ મામલે વિદેશ મંત્રી જય શંકરે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે ફોન પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને યુક્રેનની સ્થિતી પર ચર્ચા કરી હતી. આ ચર્ચા અંગે મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે "આજ સાંજે મારા મિત્ર અને અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન સાથે સારી ચર્ચા થઈ હતી. અમારી ચર્ચા સમુદ્ર સુરક્ષાના પડકારો, વિશેષ રીતથી લાલ લાગર ક્ષેત્ર પર કેન્દ્રીત હતું, તે સાથે જ ગાઝા સહિત પશ્ચિમ એશિયામાં માટેની અમેરિકાની નીતિઓની પ્રશંસા કરી હતી."



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.