આતંકવાદીઓની હવે ખેર નહી! Jammu kashmirમાં સુરક્ષા બળ દ્વારા કરાયું આતંકીઓનું એન્કાઉન્ટર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-10 09:43:27

આપણી સુરક્ષા માટે દેશની સીમા પર જવાન તૈનાત છે તેને કારણે આપણે ઘરમાં શાંતિથી આપણા પરિવાર સાથે રહી શકીએ છીએ. દુશ્મનોની ગોળી તેઓ પોતાના પર લઈ લે છે કે. દેશની સુરક્ષા કરવા માટે તેઓ તત્પર રહે છે. આતંકવાદીઓનો સામનો જ્યારે તેઓ કરે છે ત્યારે તે પોતાના જીવનને જોખમમાં નાખે છે. આતંકવાદીઓ સાથે થતી અથડામણમાં કાં તો તે શહીદ થઈ જાય છે કાં તો આતંકવાદીને ઠાર કરે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સેનાના જવાનોની મુઠભેડ થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ત્યારે આજે પણ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓની માહિતી મળતા સુરક્ષા બળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

સુરક્ષા બળ અને આતંકવાદી વચ્ચે થઈ હતી અથડામણ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતી હોય તેવા સમાચાર આપણને મળતા હોય છે. આતંકવાદીની જાણ થતાં સુરક્ષા બળો સર્ચ ઓપરેશન હાથ ધરે છે. ત્યારે કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળોને આતંકવાદીઓને ઠાર કરવામાં મોટી સફળતા મળી છે.સુરક્ષા બળોએ બે આતંકવાદીઓનો ખાતમો કર્યો છે. આ અંગેની જાણકારી કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવી  છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાણકારી આપવામાં આવી છે. મહત્વનું છે કે દેશની સીમા પર સુરક્ષા બળો તૈનાત છે તેને કારણે જ આપણે ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ. દેશની સુરક્ષા માટે સુરક્ષા બળોના જવાનો તત્પર હોય છે. 


અનેક વખત સામે આવતા હોય છે આવા કિસ્સાઓ 

આ અંગેની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે જે આતંકવાદીઓનું એન્કાઉન્ટર થયું છે તે આતંકવાદી ક્યારે સંગઠન સાથે જોડાયેલા હતા તેની જાણકારી મળી ગઈ છે. મહત્વનું છે કે આની પહેલા પણ કુલગામ જિલ્લાના કુજ્જર વિસ્તારમાં રહેતા આતંકવાદીઓને મારી પાડવામાં આવ્યા હતા. ઘરમાં છૂપાયેલા હતા આતંકવાદીઓ. અથડામણમાં અનેક વખત આતંકવાદીઓ માર્યા જાય છે અથવા તો દેશનો વીર જવાન શહાદતને પામે છે. આપણી સુરક્ષા માટે તત્પર રહેતા જવાનોને સો સો સલામ છે. 

અનંતનાગ આતંકી હુમલો : પાકિસ્તાને એક નહીં ઘણા હુમલાની બનાવી હતી યોજના, આવી  રીતે થયો ખુલાસો | anantnag encounter jammu kashmir pakistan involved in  attack source



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે