UP: લગ્નમાં ગુલાબ જાંબુ ખુટી જતા થયો હોબાળો, ધોકા-લાકડીની ઝપેટમાં આવતા 6 લોકો ઘાયલ


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-21 17:14:43

લગ્ન સમારોહમાં મનગમતી વાનગી ખુટી જાય ત્યારે જે લોકો તેનો સ્વાદ માણી શક્યા ન હોય તેમને વસવસો થાય તે સ્વાભાવિક છે. જો કે તેના કારણે મારમારી થાય તેવું તો જવલ્લેજ બનતું હોય છે. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના શમસાબાદના નયા બાંસ રોડ પર આવેલા સંતોષી માતાના મંદિર નજીક એક લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા ભોજન સમારોહમાં ગુલાબ જાંબુ ખુટી જતા મોટી બબાલ થઈ ગઈ હતી. બે જુથો સામ-સામે આવી જતા એક મહિલા સહિત 6 લોકો ઘાયલ થઈ ગયા હતા. 


યજમાન પરિવાર સામે નોંધાઈ ફરિયાદ


લોહિયાળ સંઘર્ષ બાદ તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મહેમાન ગૌરીશંકર શર્માએ યજમાન પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે. ગુલાબ જાંબુ ખલાસ થઈ જતા મહેમાનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. બબાલ એટલી વધી ગઈ કે લોકો એકબીજા સાથે માથે મારપીટ કરવા લાગ્યા જેમા 6 લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને દોષિતો સામે કાર્યવાહી શરૂ કરી છે. 



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.