પુરુષો નહીં પરંતુ મહિલાઓ પણ બની રહી છે સેક્સટોર્શનનો શિકાર? મહિલાના કપડાં ઉતારતો વીડિયો બનાવ્યો અને પછી બ્લેકમેલ કરી!


  • Published By :
  • Published Date : 2023-03-06 17:43:41

જેમ જેમ ટ્રેક્નોલોજી વિકસી રહી છે તેમ તેમ લોકો મોબાઈલમાં વધુ વ્યસ્ત બનતા જાય છે. પરિવારના સભ્યોની સાથે સમય વિતાવ્યા કરતા ઈન્ટરનેટ સર્ફિંગમાં વધુ સમય વ્યતીત કરતો હોય છે. આ આદતને કારણે અનેક લોકોને ભોગવવાનો વારો આવે છે. સોશિયલ મીડિયાના કારણે દુનિયાભરના લોકો સાથે સંપર્કમાં આવીએ છીએ. પરંતુ સંપર્કમાં આવતો વ્યક્તિને કારણે ઘણી વખત આપણે તકલીફમાં મૂકાઈ જતા હોઈએ છીએ. ઘણાં સમયથી લોકો સેક્સટોર્શનનો શિકાર બની રહ્યા છે. આખું રેકેટ ચલાવવામાં આવે છે જેમાં સામેથી કોઈ અજાણી વ્યક્તિ વીડિયો કોલ કરે અને ત્યારબાદ વાત કરતા કરતા એક પછી એક કપડાં ઉતારવા લાગે છે. હજી સુધી આનો શિકાર પુરૂષો બનતા હતા પરંતુ હવે તો મહિલાઓ પણ આનો શિકાર બની રહી છે. કિસ્સાઓ સામે આવયા છે જેમાં આવી ફરિયાદ નોંધાવામાં આવી છે. 


વીડિયો બનાવી સારા ઘરની મહિલાઓને કરાય છે બ્લેકમેઈલ 

અમદાવાદમાં પણ આ અંગે ફરિયાદ નોંધાવામાં આવી છે જેમાં સેક્સટોર્શન કેસમાં ફોન કરનાર મહિલાને શિકાર બનાવી રહ્યા છે. હજી સુધી પુરૂષો આનો શિકાર બનતા હતા પરંતુ હવે મહિલાઓને પણ શિકાર બનાવામાં આવી રહી છે. વીડિયો કોલ કરી યુવતી કપડા ઉતારવા લાગે. અને આ પછી પૈસા માટે બ્લેકમેલ કરવામાં આવે છે. સમાજમાં બદનામી ન થાય તે માટે પીડિતે લાખો રૂપિયા અથવા તો કરોડો રુપિયા ચૂકવ્યા હોય છે. ત્યારે હવે સારા ઘરની મહિલાઓ આ રેકેટનો શિકાર બની રહી છે. વીડિયો કોલ કરી મહિલા કપડાં ઉતારવા લાગે છે અને ફોન ઉપાડનાર મહિલાને પણ કપડાં ઉતારવા કહેવામાં આવે છે. મહિલાએ કપડાં ઉતરાવીને તેનો વીડિયો બનાવી લેતા હોય છે. અને જે બાદ મહિલાને બ્લેકમેલ કરવામાં આવે છે અને રુપિયા પડાવવામાં આવે છે.


સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી મહિલાઓ થાય છે શિકાર!

આવા અનેક કિસ્સાઓ પર નજર કરીએ તો શ્રીમંત પરિવારની મહિલા આ રેકેટનો શિકાર બની છે. શિકાર બનનાર મહિલા સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી હતી. સોશિયલ મીડિયા પર મહિલાએ ફેન્ડશીપ કરવાનો પ્રયત્ન કર્યો. સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવતા ફોટો તેમજ વીડિયોને લાઈક કરવાની શરૂઆત થઈ. મિત્રતા અંગત બનતી જઈ. વીડિયો કોલ પર વાતો કરવાની શરૂઆત થઈ. વીડિયો કોલ પર કપડાં ઉતરાવ્યા અને તે બાદ ફોન કટ થઈ ગયો. કોલનું રેકોર્ડિંગ મોકલી પૈસા માગ્વાની શરૂઆત થઈ. મહિલાને બ્લેકમેલ કરવામાં આવી હતી.    


મિત્રતા કરી મહિલાઓનો બનાવાય છે વીડિયો      

બીજા એક કિસ્સામાં પણ આવી રીતે મહિલાને ફસાવવામાં આવી.  સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી હતી. સોશિયલ મીડિયા કરવામાં કરવામાં આ મહિલા પણ આ રેકેટમાં ફસાઈ ગઈ હતી. કોલેજ પૂર્ણ થયા બાદ બપોરના સમયે તે અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતી હતી. આ દરમિયાન તેની મુલાકાત સમલૈંગિક યુવતી સાથે થઈ. મિત્રતા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ નગ્ન વીડિયો મોકલવાની શરૂઆત થઈ. વીડિયો કોલ આવ્યો અને મહિલા કપડાં ઉતારવા લાગી. આનો વીડિયો બનાવી દીધો અને મોકલી દીધો. વીડિયો બનાવી યુવતીને બ્લેકમેઈલ કરવાની શરૂઆત કરી. રેકેટનો ભોગ બન્યા બાદ મહિલાએ ફોન વાપરવાનું બંધ કરી દીધું પરંતુ વીડિયો તેના પરિવારને મોકલવામાં આવ્યો અને તેના મદદથી બ્લેકમેઈલ કરવામાં આવી.     


અજાણ્યા વ્યક્તિનો ફોન ન રિસીવ કરવા પોલીસની સલાહ  

સમગ્ર રેકેટની વાત કરવામાં આવે છે તો લોકોને અજાણ્યા નંબરથી કોલ કરવામાં આવે છે. વીડિયો કોલ ઉપાડનારને સામે યુવતી દેખાય. સમયની સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પહેલા સામે મહિલા હોતી હતી પરંતુ હવે રેકોર્ડિંગ મૂકી દેવામાં આવે છે. એક પ્રકારના વીડિયો બતાવવામાં આવે છે. થોડો વીડિયો રેકોર્ડ થયા બાદ ફોન કટ થઈ જાય છે. અને વીડિયોનો ઉપયોગ કરી બ્લેકમેઈલ કરવામાં આવે છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે જેમાં અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે. આ રેકેટ ભરતપુર અને હરિયાણા નજીક બનતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે વધી રહેલી આવી ઘટનાને ધ્યાનમાં રાખી પોલીસ પણ આ અંગે સતર્ક રહેવાનું કહી રહી છે. પોલીસે લોકોને આગ્રહ કર્યો છે કે કોઈપણ અજાણી વીડિયો કોલ રિસીવ ન કરવો જોઈએ.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે