નરેન્દ્ર-ભુપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર હોય ત્યાં કંઇ જ અશક્ય નથી - ભરૂચમાં વડાપ્રધાન મોદીનું સંબોધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 13:41:43

વિધાનસભા ચૂંટણી નજીક આવતા પ્રચાર માટે ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત તેઓ કરવાના છે. ઉપરાંત વિવિધ સ્થળો પર તેઓ જનસભા સંબોધી ભાજપના કામો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પોતાના પ્રવાસના બીજા દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી ભરૂચ ખાતે પહોંચ્યા હતા ત્યાં જનસભાને સંબોધી હતી.

મુલાયમ સિંહને વડાપ્રધાન મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ 

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહને યાદ કર્યા હતા. ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં રહી મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુલાયમ સિંહને યાદ કરતા તેમણે કહ્યું કે, તેમના જવાથી દેશને મોટી ક્ષતિ પહોંચી છે. મુલાયમ સિંહ સાથેનો તેમનો નાતો વિશેષ પ્રકારનો રહ્યો છે. તેમણે કહ્યું કે તેમના આશીર્વાદ સદા હમેશાં મારી સાથે રહેશે.

Image

અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવીશું - પીએમ

પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે એક જમાનો હતો, આપણું ભરૂચ ખારી સીંગના કારણે ઓળખાતું હતું. અત્યારે ભરૂચ ઉદ્યોગસહિત ગુજરાત-ભારતમાં મહત્વનો ફાળો આપે છે. વધુમાં તેમણે કહ્યું કે અંકલેશ્વરમાં આપણે એરપોર્ટ બનાવીશું. ડબલ એન્જિનની સરકાર વિશે તેમણે કહ્યું કે નરેન્દ્ર -ભુપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર હોય ત્યાં કંઈ જ અશક્ય નથી. ગુજરાત વિકાસની ઉંચી ટોચ પર થનગની રહ્યું છે. 


દહેજ વિકાસનું મોડલ બન્યું છે - પીએમ મોદી 

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રોરો ફેરી સર્વિસ દહેજની નવા ઓળખ બની છે. હજારો કરોડોના ઉદ્યોગ ભરૂચ-દહેજમાં થયા જેને કારણે દહેજ વિકાસનું મોડલ બની ગયું છે. ભરૂચ જિલ્લો વાયબ્રન્ટ બની ગયો છે. વધુમાં તેમણે કહ્યું કે બંગાળમાં નકસલવાદ શરૂ થયો છે. આદિવાસીઓની જીંદગી ખરાબ કરી નાખી. એ વખતે મારી સામે પ્રશ્ન હતો કે મારે ગુજરાતમાં નકસલવાદ ઘૂસવા નથી દેવો. 


ભારતની અર્થવ્યવસ્થામાં થયો સુધારો - પીએમ

પોતાના સંબોધનમાં તેમણે ઉમેર્યું કે આજે આદિવાસી માટે નવો વિશ્વાસ ઉભો કર્યો છે. આદિવાસી સમુદાયના જીવનમાં બદલાવ આવ્યો છે. ઉપરાંત તેમણે કહ્યું કે હું તો કાયમ કહું છું દેશને આગળ લઈ જવો હોય તો દરેક નાગરિક લઈ જઈ શકે છે, તમે લોકલ ફોર વોકલનો મતલબ સમજી લો. તેમણે કહ્યું કે 2014માં હું દિલ્હી ગયો ત્યારે ભારત અર્થવ્યવસ્થામાં દુનિયામાં 10મા નંબરે હતું જ્યારે આજે ભારત 5માં નંબરે આવી ગયું છે.  આપણે એક જેમના ગુલામ હતા તેમને પણ આપણે પાછળ છોડી દીધા છે. 


કોરોના વેક્સિન અંગે તેમણે કહ્યું કે કોરોનાએ આખી દુનિયાને ઝપેટમાં લઈ લીધું, ત્યારે આપણને દવા ઉદ્યોગની ખબર પડી અને ગુજરાતમાં બનેલી વેક્સિને લાખો લોકોનો જીવ બચાવ્યો છે. દેશમાં ફાર્મા સેક્ટરમાં ગુજરાતનો હિસ્સો 25 ટકા જેટલો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે