હવે તો આ બ્રિજ પર જતા પણ ડર લાગે છે,અમદાવાદના આ બ્રિજ જોવા જેવા છે


  • Published By :
  • Published Date : 2022-11-02 16:09:14

વિકસિત શહેર અમદાવાદમાં મોરબી જેવી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે કે શું  અમદાવાદનું તંત્રની ધોર બેદરકારી સામે આવી છે. જેના કારણે અમદાવાદમાં પણ મોરબી જેવી હોનારત થઈ શકે છે.


અમદાવાદના બ્રિજ પણ જર્જરિત 


અમદાવાદના સરખેજ જુહાપુરથી નારોલને જોડતો બ્રિજ છે જે શાસ્ત્રી બ્રિજના નામથી ઓળખાય છે.આ બ્રિજની હાલત એટલી ખરાબ છે ગમે ત્યારે પડી શકે છે. બ્રિજની પાડી અને દીવાલો તૂટેલી હાલતમાં છે મોટી તિરાડો પડી ગઈ છે. સાથે જ આ બ્રિજમાં કરવામાં આવેલા સાંધા પણ ખુલ્લી ગયા છે સાથે જ કોઈ પણ વાહન બ્રિજ પરથી પસાર થાય તો એક ધ્રુજારી અનુભવાય છે. શાસ્ત્રી બ્રિજ પર લોકોની અવર જવર વધારે છે કેમ કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડે છે દરરોજ અહીંથી હજારો વાહનો પસાર થતા હોય છે હવે જોવાનું એ રહેશે કે તંત્રની આંખ ક્યારે ઉઘડે છે ? કારણ કે જો તંત્રની આંખ નહિ ઉગડે અને શાસ્ત્રી બ્રિજનું સમારકામ ઝડપથી નહિ કરવામાં આવે તો મોરબી જેવી હોનારત થઈ શકે છે.


અમદાવાદના હાટકેશ્વર બ્રિજને ગાબડાં સાથે જૂનો સબંધ

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા સો કરોડ કરતા પણ વધુ રકમનો બનાવવામાં આવેલ ઓવર બ્રિજ વારંવાર તૂટી જાય છે.અત્યારે છેલ્લા બે મહિનાથી આ બ્રિજ શહેરીજનો માટે બંધ છે આ બ્રિજ બન્યો ત્યારથી ગાબડાં પડી જતા અનેક વાર બંધ કરવામાં આવ્યો છે. નાગરિકોની આવકનો બેરોકટોક ધુમાડો કરવામાં આવે છે પણ ક્યારેય ઓવર બ્રિજ બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

એક દુર્ઘટના પછી આપણે જાગી જઈએ,આ તૂટેલો ખખડધજ બ્રિજ યાદ આવે પછી એકાદ મહિનામાં ભુલાઈ જાય પણ યાદ છે ત્યાં સુધીમાં કંઇક સુધરી જાય તો સારું આશા છે કે તમે હવે તમારી કુંભકરણની નિંદ્રા સાઈડમાં મૂકી જાગી જશો 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .