લ્યો બોલો! હવે સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાયું, ગુજરાત ATSએ બાતમીના આધારે રેડ પાડી


  • Published By :
  • Published Date : 2023-12-25 22:16:32

રાજ્યમાં નકલીનો જાણે રાફડો ફાટ્યો છે, હવે સુરતમાંથી નકલી  ટેલિફોન એક્સચેન્જ ઝડપાયું છે. ગુજરાત ATSએ બાતમીના આધારે સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી ગેરકાયદે ચાલતું ટેલિફોન એક્સચેન્જ ઝડપી પાડ્યું છે. આ ટેલિફોન એક્સચેન્જ DoT (Department of Telecommunications)ની ગાઇડલાઇનનો ભંગ કરીને ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલવામાં આવતું હતું. આ રીતે કોલરની ઓળખ છુપાવીને દેશની સલામતી જોખમમાં મુકવાની કામગીરી કરવામાં આવતી હતી. બાતમીના આધારે ગુજરાત ATSની એક ટીમ સુરત મોકલવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મદદથી રેડ પાડવામાં આવી હતી.


આ શખ્સોની ધરપકડ 

 

ગુજરાત ATSની એક ટીમે રેડ દરમિયાન સુરતના મહિધરપુરા વિસ્તારમાં ભવાની વાડ પાસે કળજુગ મહોલ્લોમાં ભવાની વિલાના ત્રીજા માળે આરોપી સૌરભ ચિન્મય સરકાર તથા પ્રેમ ઉર્ફે બોની બિનીનચંદ્ર ટોપીવાલા અલગ-અલગ સીમ કાર્ડ લગાવેલું ચાલુ હાલતમાં સીમ બોક્સ તેમજ ફાયર વોલ તથા અન્ય સામગ્રી મળી કુલ 2.48 લાખના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ચલાવતા મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, મુખ્ય આરોપી જીગર દિપક ટોપીવાલા દુબઇ રહે છે અને ત્યાંથી પકડાયેલા આરોપીઓનો સંપર્ક કરી આરોપીઓને ફેક્શન બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કંપનીના નીચે આવેલા ત્રીજા માળે દુબઇની અલગ-અલગ કંપનીઓ તથા ગેમિંગ માટે ગેરકાયદે રીતે ઇન્ટરનેશનલ કોલ કરવા કોલિંગ સોફ્ટવેર ડેવલપ કરી સીપીયુ તથા સીમબોક્સ પાર્સલમાં મોકલી આપતો હતો. સીમબોક્સ એક્ટિવ કરવા વાઇટેક કંપનીના ટેક્નિશિયનને મોકલી અન્ય પાર્ટીઓના નામના મોબાઈલ સીમકાર્ડ એક્ટિવ કરી ઇન્ટરનેટ કનેક્શન આપી સીસ્ટમ ચાલુ કરતા હતા. દુબઇથી આવતા ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલી કોલરની ઓળખ છૂપાવતા હતા.


કઈ રીતે ચાલતું હતું ટેલિફોન એક્સચેન્જ?


ઉલ્લેખનિય છે કે, ગેરકાયદેસર SIM BOX ના ઉપયોગથી ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા VoIP કોલને ગેરકાયદેસર રીતે બાયપાસ કરીને GSM સાદા કોલમાં પરિવર્તીત કરવામાં આવે છે અને સીમ બોક્સમાં લગાવેલ નંબર કોલ કરનારને ડીસ્પ્લે થતો હોવાથી કોલ રીસીવ કરનાને તથા ટેલિકોમ કંપનીઓને ખ્યાલ આવતો નથી કે ખરેખર આ ઇન્ટરનેશલ કોલ (ISD) છે. જેના કારણે ટેલિકોમ કંપનીઓ તેનો ચાર્જ વસૂલ કરી શકતી ન હોવાથી તેઓને આર્થિક રીતે નુકશાન થાય છે.આ રીતે ટેલિફોન- એક્સચેન્જ ચલાવવું ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ હેઠળ ગેરકાયદેસર છે. આવા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવવાથી દેશના અર્થતંત્રને નુકશાન ખૂબ જ મોટું નુકસાન થાય છે અને સાથોસાથ રાષ્ટ્રની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થાય છે. આ બાબતને ગંભીરતા લઇને ગુજરાત રાજ્ય ATS તથા સુરત શહેર ક્રાઇમ બ્રાંચની ટીમો દ્વારા બે આરોપીને પકડી પાડી સીમ બોક્ષ, અલગ-અલગ કૂલ-31 સીમ કાર્ડ, ફાયરવોલ, CPU, ડેસ્કટોપ સ્વિચ, લેપ ટોપ નંગ-2 તેમજ LAN કેબલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ગુનાનાં મુળ સુધી પહોંચવા વધુ તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાંચ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં એક પછી એક નકલી ચીજોનો પર્દાફાસ થઈ રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યમાંથી હજું કેટલું નકલું નકલી બહાર આવશે?



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.