ગૌતમ-નવાઝના ઝઘડામાં હવે પિતા વિજયપત સિંઘાનિયાની એન્ટ્રી, 'પુત્રને બધું આપીને મેં મૂર્ખામી કરી'


  • Published By :
  • Published Date : 2023-11-24 15:19:25

રેમન્ડ ગ્રૂપના વડા ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના વિવાદમાં હવે ગૌતમના પિતા વિજયપત સિંઘાનિયાએ પણ ઝંપલાવ્યું છે અને તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા. રેમન્ડને નાની કંપનીમાંથી વૈશ્વિક બ્રાન્ડમાં પરિવર્તિત કરનાર વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે, 'મને રસ્તા પર જોઈને ગૌતમને આનંદ થાય છે.'


પુત્રને બધું આપીને મોટી ભૂલ કરી 


વિજયપત સિંઘાનિયાએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે મેં પુત્રને બધું આપીને મોટી ભૂલ કરી હતી. રેમન્ડના સીએમડી વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે ગૌતમ સિંઘાનિયા મને રસ્તા પર જોઈને ખુશ થશે. વર્ષ 2015માં તેમણે રેમન્ડનું સુકાન તેમના પુત્ર ગૌતમને સોંપી હતી, આ નિર્ણય અંગે પણ વિજયપત સિંઘાનિયાએ કહ્યું હતું કે, તેમણે તેમના પુત્રને બધું આપીને મૂર્ખામીભરી ભૂલ કરી હતી. તેમણે ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીના છૂટાછેડા મુદ્દે આ વાત કહી હતી.

 

'...નહીંતર હું રસ્તા પર આવી ગયો હોત' 


વિજયપત સિંઘાનિયાએ તેમની સાથે બનેલી ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે તેમને પુત્ર દ્વારા ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા બાદ મારી પાસે કોઈ કામ નથી, ગૌતમ અમુક કંપનીમાં હિસ્સો આપવા માટે સહેમત થયો હતો બાદમાં તે કહીંને ફરી ગયો હતો. મેં તેને બધું આપ્યું, પરંતુ ભૂલથી મારી પાસે થોડા પૈસા બચી ગયા હતા જેની મદદથી મારૂં ભરણપોષણ કરૂ છું. સદનશિબે હું બચી ગયો, નહીંતર આજે હું રસ્તા પર હોત. ગૌતમ-નવાઝના છુટાછેડાના મુદ્દે તેમણે કહ્યું કે મને ખાતરી છે કે જો તે તેના પિતાને ઘરની બહાર કાઢી શકે છે, તો તે તેની પત્નીને પણ તે જ રીતે ધક્કો મારી શકે છે, મને ખબર નથી કે તેમને કઈ બાબતે વિવાદ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે