Gujaratમાં વધી Corona સંક્રમિતોની સંખ્યા, Ahmedabadથી સામે આવ્યા કોરોનાના 6 નવા કેસ, આરોગ્ય વિભાગ એલર્ટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-21 16:58:51

ભારતમાં તેમજ વિશ્વમાં કોરોનાને કારણે ચિંતાની લહેર ઉઠી છે. ફરી એક વખત કોરોના દસ્તક આપી રહ્યું છે. કેરળમાં તો 2000થી વધારે કોરોનાના એક્ટિવ કેસ છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પહેલા માત્ર ગાંધીનગરથી કોરોનાના કેસ સામે આવ્યા હતા પરંતુ હવે અમદાવાદમાં પણ કોરોના કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર એક બે નહીં પરંતુ 6 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્રણ મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. આ સાથે જ શહેરમાં પોઝિટીવ કેસની સંખ્યા 13 પર પહોંચી ગઈ છે. 


ગુજરાતમાં સતત વધી રહ્યા છે કોરોના સંક્રમિતોનો આંકડો 

થોડા વર્ષો પહેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો. કોરોના સમયના અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં અનેક લોકોના મોત થયા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા હતા. અનેક પરિવારો વિખેરાયા હતા ત્યારે ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જે કેસ નોંધાયા છે તે નવરંગપુરા, સરખેજ અને નારણપુરાથી સામે આવ્યા છે. એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. 6 કેસ જે સામે આવ્યા છે તેમાં 3 મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. 


અમદાવાદમાં કોરોનાના 6 કેસ નોંધાયા 

દેશમાં તો એક તરફ કોરોનાનો ખતરો વધી રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે.  ત્યારે ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ હતી. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી ગાંધીનગરથી થઈ હતી. બે મહિલાઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.જે બાદ કોરોનાને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. ગુજરાતમાં પણ ધીરે ધીરે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પહેલા કોરોના કેસની સંખ્યા 13 હતી પરંતુ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ આંકડો 20ની આસપાસ પહોંચી ગયો છે. કોરોનાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 


કોરોના કેસમાં આવી શકે છે ઉછાળો 

મહત્વનું છે કે હમણાં કોરોના કેસનો આંકડો વધારે નથી તેને લઈ લોકો માનતા હશે કે આટલા કેસોમાં કંઈ ન થાય. વાત સાચી પણ છે એટલા કેસ નથી નોંધાયા કે ચિંતા કરવી પડે પરંતુ આ આંકડો વધી પણ શકે છે. અમારો હેતુ તમને લોકોને ડરાવવાનો નથી પરંતુ સાવચેત કરવાનો છે. જો શક્ય હોય તો જ્યારે ભીડભાડ વાળી જગ્યા પર જઈએ ત્યારે માસ્ક પહેરવા જોઈએ. શક્ય હોય તો ટ્રાવેલિંગ કરવાનું ટાળવું જોઈએ. કોરોના કેસ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોથી સામે આવી રહ્યા છે. કેરળમાં તો પરિસ્થિતિ એકદમ વિકટ છે. કેરળમાં કોરોના કેસની સંખ્યા 2000ને પાર પહોંચી ગઈ છે. 




આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.