Odisha : દર્શન કરવા જઈ રહેલા ભક્તોને નડ્યો અકસ્માત, ટ્રક સાથે વાહન અથડાતા સર્જાઈ દુર્ઘટના, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 12:55:41

ઓડિશામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં 8 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં એક વાહનની ટ્રક સાથે ટક્કર થઈ જેને કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. મૃતકોમાં ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે તેવી માહિતી સામે આવી છે.  આ દુર્ઘટના ઘાટગાંવ વિસ્તારમાં આવેલા નેશનલ નં. હાઈવે 20 પર બની. મળતી માહિતી અનુસાર વાહનમાં સવાર લોકો સવારે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. જે લોકોના મોત થયા છે તે જાંગન જિલ્લાના પુદામારીથી દેવી ત્રારિણી દર્શન માટે જઈ રહ્યા હતા અને તે વખતે આ અકસ્માત સર્જાયો.   

ઘટનામાં થયા 8 જેટલા લોકોના મોત 

દેશભરમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે એક ગોઝારો અકસ્માત ઓડિશામાં બન્યો છે જેમાં ઘટના સ્થળ પર 7 લોકોના મોત થઈ ગયા જ્યારે અન્ય એક વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થઈ ગયું છે. મોટું વાહન લઈ લોકો મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા અને તે વખતે તેમનું વાહન ટ્રક સાથે અથડાયું અને આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. એવી માહિતી સામે આવી છે કે જે વાહનમાં બેસીને મંદિરે દર્શન કરવા લોકો જઈ રહ્યા હતા તે વાહનના ડ્રાઈવરને અચાનક ઝબકી આવી ગઈ. જેને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ મામલે પોલીસે તપાસ આરંભી છે.  

Bodies scattered on road: Eight killed, seven injured in road accident in Odisha's Keonjhar

અનેક કારણોસર સર્જાતા હોય છે અકસ્માત 

મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હશે. કોઈ એકની ભૂલ બીજા માટે સજા સાબિત થઈ શકે છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે આવા અકસ્માતો સર્જાતા હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે. તો કોઈ કિસ્સામાં ઓવરટેક કરવાના ચક્કરમાં ગંભીર અકસ્માત સર્જાવાય છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે