ઓલ્ડ પેન્શન સ્કીમ: સરકારી કર્મચારીઓના વોટ મેળવવા AAP અને કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક


  • Published By :
  • Published Date : 2022-11-27 15:43:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દરરોજ પ્રજાલક્ષી જાહેરાતો કરી રહી છે. જો કે આપ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના દિલ જીતવા માટે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે AAPની સરકાર બનશે તો ઓલ્ડ પેન્શન સ્કિમ લાગૂ કરવાની ઘોષણા કરી છે. આજ પ્રકારની જાહેરાત કોંગ્રેસે પણ કરી છે. જો રાજ્ય સરાકારના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સ ભાજપ સરકાર વિરૂધ્ધ મતદાન કરે તો આ ચૂંટણીમાં ભાજપને જોરદાર ફટકો પડી શકે છે. વળી સરકારી કર્મચારીઓ સાથે તેમના પરિવારજનો પણ ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તે સ્વાભાવિક છે. હવે આ સ્થિતી ભાજપની વિરૂધ્ધ જઈ શકે તેવું નિર્વિવાદપણે કહીં શકાય.


OPSની જાહેરાત શા માટે?


ગુજરાત સરકારના 7 લાખ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી સાથે ફિક્સ પગાર અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવાની માગણી કરી રહ્યા છે. ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી સાથે ગુજરાતમાં ઠેર ઠેર કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા હેઠળ દેખાવો કરવામાં આવ્યા હતા. 


નિવૃત કર્મચારીઓ પણ OPSના પક્ષધર


ગુજરાતના 12 લાખથી વધુ પેન્શનર્સને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની ખાતરી આપનાર રાજકીય પક્ષને જ મત આપની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના તમામ પેન્શનર્સ એસોસિયેશનોએ એકસુરમાં આગામી પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં OPS સમર્થક પક્ષને જ મત આપવાનો નિર્ધાર કર્યો છે. 2017ની ચૂંટણીમાં 99 બેઠક સાથે બહુમતી મેળવનાર અને 77 બેઠક મેળવનાર કોન્ગ્રેસને મળેલા મત વચ્ચે 22.85 લાખનો જ ગાળો હતો તે જોતાં પેન્શનર્સને આ નિર્ણય ચૂંટણી પર મોટી અસર કરનાર સાબિત થઈ શકે છે. 


OPSના લાભ શું છે?


જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી કરતાં કર્મચારીઓનું કહેવું છે કે જૂની પેન્શન સ્કીમ સુરક્ષિત છે. નવી પેન્શન યોજનામાં પેન્શનની રકમનો કોઈ જ ગેરન્ટી નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓના નાણાંનું રોકાણ સરકારમાં જ થાય છે. જ્યારે નવે પેન્શન યોજનામાં કર્મચારીઓના નાણાંનું રોકાણ શેરબજારમાં કરવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં બેઝિક પગાર ઉપરાંત મળતા મોંઘવારી ભથ્થાને કારણે પેન્શનમાં સમયે સમયે વધારો થાય છે. નવી પેન્શન યોજનામાં આ પ્રકારના લાભ મળતા જ નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીનું અવસાન થયા પછી તેના પરિવારના સભ્યોને મદદરૃપ થવા ફેમિલી પેન્શનની વ્યવસ્થા છે. જ્યારે નવી પેન્શન યોજનામાં ફેમિલી પેન્શનની કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .