કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ થશે: જગદીશ ઠાકોર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 15:44:48

એક તરફ જૂની પેંશન યોજનાને લાગુ કરાવા આંદોલનો થઈ રહ્યા છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ આવી પરિસ્થિતનો લાભ લેવા તત્પર બની છે. આંદોલન કરી રહેલા આંદોલન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

વિકાસશીલ ગુજરાત પર કર્યા પ્રહાર

કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહ્યા છે તો બીજી તરફ રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાત જેવા વિકસિત રાજ્ય કેમ જૂની પેન્શન યોજના લાગુ નથી કરતી. તેમણે ફિક્સ પગારને પણ ખોટી પ્રથા ગણાવી.

Gujarat Congress Pradesh Committee


સરકારની નિયત પર કર્યા સવાલ

નવી પેન્શન યોજનાને લઈ ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. 2005 પહેલાની પેન્શન યોજના લાગૂ કરાવા કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. હાલના પેન્શન યોજના મુજબ પેન્શન માટેની રકમ સરકાર નોકરી દરમિયાન કાપે છે. 2005માં લાગૂ કરાયેલ પેન્શન યોજના મુજબ છેલ્લા પગારના 50 ટકા પેન્શન મળે છે જ્યારે નવી પેન્શન યોજના હેઠળ ઓછુ પેન્શન કર્મચારીને મળે છે. સવાલ ઉઠાવતા તેમણે કહ્યું તે 2005 પહેલા અને 2005 પછીના એમ કર્મચારીઓના ભાગલા કેમ સરકાર કરે છે.


આંદોલનનો લાભ ઉઠાવતી રાજકીય પાર્ટી 

એક તરફ પોતાના હક માટે કર્મચારીઓ આંદોલન કરી સરકારને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ આ આંદોલનનો લાભ રાજકીય પાર્ટી લઈ રહી છે. ચૂંટણી સમયે આવા આંદોલનો થતા સરકારની ચિંતામાં વધારો થાય છે તો બીજી તરફ આંદોલનને કારણે વિપક્ષને સરકારને ઘેરવા મુદ્દો મળી જાય છે. આંદોલનકારીઓના પ્રશ્નનો ઉકેલ આવે છે કે માત્ર મુદ્દો બનીને રહી જાય છે તે આવનાર સમય જ બતાવશે.   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .