ગાંધીનગરમાં જૂના સચિવાલયનું 100 કરોડના ખર્ચે થશે રિ-ડેવલપમેન્ટ, 8 બ્લોક તૈયાર કરાશે


  • Published By :
  • Published Date : 2023-06-25 19:43:10

ગુજરાતના પાટનગરમાં આવેલું દાયકાઓ જૂનું સચિવાલયનું હવે રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. ગુજરતની ભાજપ સરકારે સચિવાલયની જગ્યાએ હવે નવું ભવન તૈયાર કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જૂનું સચિવાલય વર્ષ 1970-71માં બનાવામાં આવ્યું હતું. જૂના સચિવાલયનો રિ ડેવપમેન્ટ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.  ડો. જીવરાજ મહેતા ભવનમાં આવેલા બિલ્ડીંગોની હાલત જર્જરિત થઈ ગઈ છે. આ સંકુલમાં કચેરીઓ ખૂબ જૂની અને જર્જરિત થઈ ચૂકી છે. લિફ્ટ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, પાર્કિંગ સહિતની અન્ય પાયાની સુવિધાઓ પણ યોગ્ય નથી. જેથી જૂના સચિવાલયના રી-ડેવલપમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે.


8 બ્લોક તૈયાર કરાશે


જર્જરિત હાલતમાં ઉભેલા જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે 2 બ્લોક તૈયાર કરાશે.જેમાં લિફ્ટ સહિતની અધતન સુવિધાઓ ઊભી કરવામાં આવશે. હાલ જૂના સચિવાલયમાં લિફ્ટ, પાર્કિંગ, ફાયર સિસ્ટમ સહિતની પાયાની સુવિધાઓ યોગ્ય નથી.જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની કામગીરીને વિક્ષેપ ન પડે તે માટે ક્રમશ: નવા બ્લોક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની ઈમારતને યથાવત રાખીને નવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. 

ટૂંક સમયમાં ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરાશે


જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ માટે નવા બ્લોક તૈયાર થઈ જાય ત્યાર બાદ કચેરીને શિફ્ટ કરીને જૂના બ્લોક તોડી પાડવામાં આવશે. હાલમાં જૂના સચિવાલયમાં 20 બ્લોક આવેલા છે. જેમાં 3 માળનું સ્ટ્રક્ચર આવેલું છે, તેના બદલે 8 માળનું સ્ટ્રક્ચર બનાવામાં આવશે. જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ હવે સીટીપી ઓફિસ દ્વારા પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી છે. જૂના સચિવાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આગામી ટૂંક સમયમાં ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે