અમદાવાદના આંબલી-બોપલ રોડ પર દારૂ પીને નબીરાએ અનેક વાહનોને લીધા અડફેટે, મોટી ઘટના થતા થતાં રહી ગઈ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-25 13:37:10

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અનેક ઘટનાઓ એવી સામે આવે છે જેને કારણે આ વાત ખોટી સાબિત થઈ રહી છે.. દારૂ પીને અનેક લોકો વાહન ચલાવે છે અને અકસ્માત સર્જે છે.... રસ્તાને પોતાના બાપની જાગીર સમજે છે અને બેફામ રીતે દારૂ પીને ગાડી ચલાવે છે.. નબીરાઓ બેફામ બન્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો.... જે નબીરાએ આ અકસ્માત સર્જ્યો છે તેનું નામ છે રિપલ પંચાલ... આની પહેલા પણ તેના વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી.. 

અનેક વાહનોને લીધા અડફેટે!

રફ્તારનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે... લોકો બેફામ બની રસ્તા પર વાહન ચલાવે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે.... થોડા સમય બનેલો તથ્યકાંડ કેસ આપણને યાદ છે ત્યારે આજે તેવો જ અકસ્માત થતા થતા રહી ગયો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... આંબલી-બોપલ રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો છે. વૈભવી ઓડી કારચાલકે પાંચ જેટલા વાહનોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી છે... ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..   


કાયદાનો નબીરાઓને નથી ડર! 

મહત્વનું છે કે જ્યારે આવા નબીરાઓ બેફામ બની ડ્રાઈવિંગ કરે છે ત્યારે તે સીધો પડકાર પોલીસને કરે છે.. કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે તેવું કહીએ તો પણ આપણે ખોટા સાબિત નહીં થઈએ.. રાજ્યમાં બેફામ દારૂ પીને લોકો ગાડી ચલાવી રહ્યા છે અને બીજા લોકોના જીવને જોખમમાં મૂકે છે.. પોલીસને પડકાર કરતા આ લોકો સામે પોલીસ કેવી કાર્યવાહી કરશે તેની પર નજર છે..સવાલ થાય કે કાયદાનું પાલન લોકો કરે તે માટે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?   



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....