11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જશે મહાકાળના દર્શને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 17:42:13

11 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જેન જવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલના નવનિર્મિત કોરિડોરનું લોકાર્પણ કરવાના છે. લોકાર્પણ થયા બાદ કોરિડોર લોકો માટે ખોલી દેવામાં આવશે. વડાપ્રધાનની મુલાકાતને લઈ અત્યારથી જ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Ujjain: Massive preparations for Gala event on October 11; PM to pay  obeisance to Baba Mahakal before dedicating Mahakal Corridor


કેબિનેટ પહેલા કરી સીએમએ જાહેરાત 

મંગળવારના રોજ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું  કે મહાકાલ કોરિડોર હવેથી શ્રી મહાકાળ લોકના નામથી ઓળખવામાં આવશે.

 

2 તબક્કામાં કરાશે કામગીરી

Exclusive: काशी विश्वनाथ कॉरिडोर से भी भव्य बन रहा है उज्जैन का महाकाल  कॉरिडोर

 

મધ્યપ્રદેશના મુખ્યનંત્રીએ કહ્યું કે પ્રારંભિક તબક્કામાં અમે નાગરિકો સાથે ચર્ચા કરી, મંદિર સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી તેમની સૂચનાઓના આધારે અમે યોજના બનાવી. અમે 2018માં ચૂંટણી પૂર્વે ટેન્ડરો મંગાવ્યા હતા. સરકાર બદલાવવાને કારણે કામ રોકાઈ ગયું હતું પરંતુ અમારી સરકાર બની અને તરત જ અમે એની સમીક્ષા કરી 2 તબક્કામાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા તબક્કામાં 351 કરોડ છે અને બીજા તબક્કા માટે સરકારે 310 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

 




જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...

ગુજરાતના અનેક સરહદી વિસ્તારમાં આજે પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. પીવાના પાણી માટે અનેક કિલોમીટર ચાલવું પડે છે. ટેન્કરના માધ્યમથી પાણી આવે છે.

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. આપના બે નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મકિ માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તે બંને નેતાઓ આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે...

દેશની સર્વોચ્ચ ન્યાયાલે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજીને ફગાવી દીધી છે.!