17 ઓક્ટોબરના રોજ અધ્યક્ષ પદ માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 09:02:05

સોમવારે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે તેમની યાત્રામાં કોઈ વિધ્ન ન આવે તે માટે કર્ણાટકના બેલ્લારીમાં મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ કર્ણાટક ખાતેથી મતદાનમાં ભાગ લેવાના છે. સોનિયા ગાંધી દિલ્હીમાં આવેલ પાર્ટી મુખ્યાલયથી મતદાન કરવાના છે.

चुनी हुई सरकार पर राज्यपाल का हस्तक्षेप क्यों? राहुल गांधी ने 'भारत जोड़ो  यात्रा' के बीच उठाए सवाल - Rahul Gandhi spoke at length about interference  by Governors in ...

રાહુલ ગાંધી મતદાન કરી શકે તે માટે કરાઈ બૂથની વ્યવસ્થા

લોકસભા ચૂંટણી પહેલા વિખરાઈ ગયેલી કોંગ્રેસને એકઠી કરવા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. તેમની યાત્રા દરમિયાન તેઓ રાષ્ટ્ર્રીય અધ્યક્ષ બનશે કે નહીં તે પ્રશ્ન અનેક વખત પૂછવામાં આવ્યો છે. ત્યારે તેઓ જવાબમાં હંમેશા ના પાડતા આવ્યા છે. એ વાત સત્ય થઈ રહી છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી સોમવારે યોજાવાની છે. શશિ થરૂર, મલ્લિકાર્જૂન ખડગે સહીતના નેતાઓ વચ્ચે  ચૂંટણી યોજાવાની છે. તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન મતદાન કરી શકે તે માટે બૂથ બનાવામાં આવ્યો છે.  

How Long Will it Take for the Congress Party to Revive Itself? | NewsClick

19 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે મતગણતરી

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે અનેક કોંગ્રેસના નેતાઓ જોડાયેલા છે. ત્યારે તમામ લોકો મતદાન કરી શકે તે માટે એક કેમ્પ બૂથ બનાવવામાં આવ્યા છે. મતદાન સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે. તમામ બેલેટ બોક્સને દિલ્હી લાવવામાં આવશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે