એક તરફ સીઆઈડીની તપાસ તો બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંડરગ્રાઉન્ડ, ધવલસિંહ ઝાલાનો વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-11-29 11:02:42

છેલ્લા ઘણા દિવસોથી BZ ગ્રુપ ચર્ચામાં છે... અરવલ્લી તેમજ સાંબરકાંઠામાં મોટા પ્રમાણમાં ચાલતા પોન્ઝી સ્કીમનો CID ક્રાઈમે ખુલ્લો પાડ્યો છે....  CIDએ BZ ગ્રુપ પર તવાઈ બોલાવી છે.... અલગ અલગ ઓફિસોમાં રેડ પાડવામાં આવી છે... 6 હજાર કરોડ રૂપિયાનું ફૂલેકુ ભૂપેન્દ્રસિંહ ઝાલા આ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.... સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક ઓફિસોમાં રેડ પાડવામાં આવી અને તપાસ કરવામાં આવી.. આ મામલે ગઈકાલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી... આરોપ એ છે કે કંપની પોન્ઝી સ્કીમ ચલાવતી હતી... અનેક લોકોએ આ કંપનીમાં પૈસા લગાડ્યા છે જેમના પૈસા દાવ પર લાગ્યા છે... 

ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જ્યારે ચેક કર્યું

આપણે ત્યાં કહેવાય છે કે લાલચ બૂરી બલા છે... એક વખત જો લાલચમાં ફસાઈ ગયા તો તે એવું વિષચક્ર છે જેમાંથી બહાર આવવું અશક્ય છે....  BZ કંપનીમાં પણ અનેક લોકોએ લાખો રુપિયા લગાવ્યા હતા જે હવે પાછા મળશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી.. BZ ગ્રુપના સીઈઓ  ભૂપેન્દ્રસિંહ ઝાલા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે...જ્યારે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કરી ત્યારે એવા અનેક એવા વીડિયો સામે આવ્યા જેમાં તેની રહેણી કરણીની જાણ થઈ જાય... મોંઘીઘાટ ગાડીઓમાં ફરવાનું, ઉંચા શોખ રાખવાના... આ આખું પ્રકરણ સામે આવ્યું ત્યારથી તે ભૂગર્ભમાં છે... 

ધારાસભ્યનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

આ બધા વચ્ચે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર ઝાલાને એક કા ડબલ કરતા આવડે છે... સવાલ થાય કે શું ધવલસિંહ ઝાલાને આ મામલે ખબર હતી? જ્યારે જમાવટની ટીમે ધવલસિંહનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમને નથી ખબર...જે વીડિયો બતાવામાં આવી રહ્યો છે તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે... સંસ્થાના ગ્રોથની વાત કરી હતી તેવી તેમની પ્રતિક્રિયા સામે આવી છે...  મહત્વનુ છે કે જે લોકોના પૈસા દાવ પર લાગ્યા છે તેમાંથી અનેક તો શિક્ષકો છે... અનેક શિક્ષકો આ સ્કીમમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે... ત્યારે આ મામલે આગળ શું તપાસ થાય છે તેની પર નજર રહેલી છે... 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.