Teachers Day પર જાણીએ એવા શિક્ષકો વિશે તેમના સંઘર્ષો વિશે જેમણે નાની આંખોમાં રહેલા સપનાને સાકાર કરવા જીવન સમર્પિત કર્યું...


  • Published By :
  • Published Date : 2023-09-05 10:54:01

નાની આંખોમાં મોટા સપનાઓ લઈને અનેક લોકો ચાલતા હોય છે. નાના હોઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે મોટા થઈને મારે આ બનવું છે, મોટી સિદ્ધિ હાંસલ કરવી છે. આપણા સપનાઓને મંજીલ સુધી પહોંચાડવાનું કામ જો કોઈ કરતું હોય તો તે શિક્ષક છે. એ શિક્ષક પછી હાઈફાઈ સ્કૂલમાં ભણાવતા હોય કે પછી કોઈ અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક નાનકડા ગામમાં. વિદ્યાર્થીઓને ભણાવવાનો ઉત્સાહ દરેક શિક્ષકોમાં સરખો જ હોય છે. આજે શિક્ષકોની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે શિક્ષક દિવસ છે. 


શાળામાં થાય છે દેશના ભાવિનું ઘડતર 

દર વર્ષે 5મી સપ્ટેમ્બરે દેશના બીજા વડાપ્રધાન અને પહેલા ઉપરાષ્ટ્રપતિની યાદમાં આ દિવસે શિક્ષક દિવસ તરીકે મનાવાય છે. ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉન્કી ગોદમાં પલતે હૈં.... આજે પણ આ વાત સાચી છે. શાળામાં ન માત્ર બાળકોનું ઘડતર થાય છે પરંતુ દેશના ભાવિનું ઘડતર થાય છે. જે સંસ્કારોનું સિંચન શાળામાંથી થાય છે તે સંસ્કારો, તે આદતો બાળક સાથે જીંદગી ભર સાથે રહે છે. ત્યારે આજે એક એવી શાળાની એક શિક્ષકની વાત કરવી છે જે વૃક્ષ નીચે ચાલે છે. અમે વાત કરી રહ્યા છીએ આલિયાબેટની.


બાળકોને ઝાડ નીચે ભણાવે છે શિક્ષક 

જ્યારે પહેલી વાર શિક્ષક એ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે તેમને જોઈ બાળકોને આશ્ચર્ય થયું હતું, કારણ કે પેન્ટ શર્ટ પહેરેલા લોકોને તે જાણતા ન હતા. તેમની દુનિયા સિવાય બીજી પણ દુનિયા છે તે બાળકો જાણતા ન હતા. બાળકોની વેદનાને સંભળાવતા સંભળાવતા શિક્ષક રડી પડ્યા હતા. બાળકોના ભવિષ્ય માટે વિનોદભાઈએ એક શિક્ષકે એ ગામમાં રહેવાનું પસંદ કર્યું અને બાળકોને ભણાવવા માટે પોતાનું જીવન સમપર્તિ કર્યું. દરેક વિષયો બાળકોને તે જ ભણાવતા હતા. ગામડામાં લાઈટો નથી, પીવા માટે પાણી નથી, કોઈ સુવિધા નથી પરંતુ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને તે માટે શિક્ષક દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  


ગુગલ મેપમાં પણ જે ગામ ન મળે ત્યાંના છોકરાઓ કરે છે કમાલ 

તે સિવાય સુરતમાં પણ એક શાળા છે જ્યાં બાળકો આસાનીથી એવા ગણિતના દાખલા સોલ્વ કરી લે છે જેનો જવાબ જો આપણે Calculatorમાંથી આપવાનો હોય તો પણ ગોઠે ચડીએ. Calculator જવાબ આપે તે પહેલા બાળકો જવાબ આપી દેતા હતા. આ તો થઈ ગણિતની વાત. એવા અનેક વિષયો છે જેમાં આ બાળકો નિષ્ણાંત છે. એક એવું ગામ જે ગુગલ મેપ પર નથી મળતું ત્યાંના બાળકો મતલબ આ શાળામાં ભણતા બાળકો જીપીએસસી અને યુપીએસસીની વાતો કરે છે. તેની તૈયારીઓ હમણાંથી શરૂ કરી દીધી છે. ધન્ય છે આવા શિક્ષકોને....



સલામ છે આવા શિક્ષકોને.... 

આવા શિક્ષકોને કારણે જ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય છે. દેશનું ભાવિ સુરક્ષિત હાથોમાં છે તે જાણીને આનંદ થાય છે. આવા શિક્ષકોને કારણે જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો સપના જોઈ શકે છે અને સાકાર કરી શકે છે. સો સો સલામ અને વંદન છે આવા શિક્ષકોને...   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.