Electionના દિવસે શેર માર્કેટમાં આવેલા કડાકાને લઈ રાજકારણ ગરમાયું! પહેલા Rahul Gandhiના આરોપો, તો સામે Piyush Goyalની પ્રતિક્રિયા..


  • Published By :
  • Published Date : 2024-06-07 12:20:42

લોકસભા ચૂંટણીનું પરિણામ આવતા પહેલા શેર માર્કેટમાં ઘણો ઉછાળો જોવા મળ્યો હતો.. એક્ઝિટ પોલ બાદ શેર માર્કેટમાં ઉછાળો આવ્યો પરંતુ ચોથી જૂને માર્કેટમાં એકદમ કડાકો જોવા મળ્યો. રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા.. ગઈકાલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં શેર માર્કેટને લઈ પીએમ મોદી, અમિત શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનની વાત કરી હતી... રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો તેની સામે ભાજપના પિયુષ ગોયલે પ્રતિક્રિયા આપી છે.. રાહુલ ગાંધીના આરોપોને તેમણે પાયા વિહોણા ગણાવ્યા છે..

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર સાધ્યું હતું નિશાન 

ચૂંટણીના પરિણામની અસર શેર માર્કેટ પર ઘણી દેખાઈ હતી. પરિણામોના દિવસે ઉમેદવારોના જેમ  શ્વાસ અધ્ધર થઈ ગયા હશે તેવી જ રીતે શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરતા લોકોના પણ શ્વાસ અધ્ધર થઈ ગયા હશે.. માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો હતો જેને કારણે રોકાણકારોની સંપત્તિનું ધોવાણ થયું હતું. ત્યારે ગઈકાલે શેર માર્કેટને લઈ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું..  


પિયુષ ગોયલે આપી પ્રતિક્રિયા 

રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સનો જવાબ ભાજપ નેતા પિયુષ ગોયલ દ્વારા આપવામાં આવ્યો. પ્રતિક્રિયા આપતા પિયુષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધી માર્કેટના ઈન્વેસ્ટરને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આજે પૂરી દુનિયાએ ભારતને fastest growing economyના રૂપમાં સ્વીકારી લીધું છે.. શેર માર્કેટને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે.. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.