એક તરફ Gyan Sahayakનો વિરોધ તો બીજી તરફ સરકાર કરી શકે છે Vidhya Sahayakઓની ભરતી અંગે જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-23 10:03:09

એક તરફ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ વિદ્યા સહાયકની ભરતી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી વિગતો અનુસાર ટૂંક સમયમાં વિદ્યા સહાયકોની મોટા પ્રમાણમાં ભરતી થઈ શકે છે. ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિદ્યાસહાયકોની ભરતી માટેનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે. ટૂંક સમયમાં વિદ્યા સહાયકની નવી ભરતી જાહેર થઈ શકે છેએવા સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા 2750 જગ્યાઓ ભરવાની મંજુરી આપી દેવામાં આવી છે. અગાઉ મંજુર કરેલી 5360 જગ્યાઓમાંથી 2600 જગ્યાઓ ભરવામાં આવી હતી. બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે વિભાગ કામગીરી શરુ કરાઈ છે. 

Image

2750 જગ્યાઓ માટે થઈ શકે છે ભરતીની જાહેરાત!

ગુજરાતના ભાવિ શિક્ષકો કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. એક તરફ ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન ચલાવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વિદ્યા સહાયકની ભરતી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે તેવી માહિતી સામે આવી છે. ટૂંક સમયમાં બાકી રહેલી જગ્યાઓ માટે વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી છે. 2750 જેટલી વિદ્યાસહાયકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. આની પહેલા જ્યારે ભરતી કરવામાં આવી હતી ત્યારે 2600 જેટલી જગ્યાઓ ભરાઈ ચૂકી હતી અને હવે બાકીની 2750 જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. 


ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે જ્ઞાન સહાયકનો વિરોધ 

જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર રીતે નોંધાવી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક ભરતીને રદ્દ કરી કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ગાંધીનગર ખાતે આંદોલન કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો પરંતુ આંદોલન કરવા સ્થળ પર પહોંચે તેની પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવતી હતી. જ્ઞાન સહાયકના વિરોધ વચ્ચે સરકારે વિદ્યા સહાયકની ભરતી કરવાની વિચારણા કરી છે ત્યારે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે?   



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.