એક તરફ કાળઝાળ ગરમી તો બીજી તરફ આ વિસ્તારોમાં આવી શકે છે માવઠું, જાણો શું કહે છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતની આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-13 12:06:43

ગુજરાતના રાજકારણમાં ભલે ગરમાવો આવ્યો હોય નેતાઓના નિવેદનને લઈ પરંતુ રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે.. રાજ્યના અનેક ભાગો માટે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. ધોધમાર વરસાદની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતામાં આવી ગયા છે.. ચોમાસામાં આવતા વરસાદથી ખેડૂતોના શ્વાસમાં શ્વાસ આવે છે પરંતુ કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી જાય છે.. પાક નિષ્ફળ જવાની ભીતિં સેવાતી હોય છે.. ત્યારે હવામાન વિભાગ દ્વારા આ જગ્યાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે..

News18 Gujarati

News18 Gujarati

આજે આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

આજ માટે હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી પ્રમાણે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. તે સિવાય અમદાવાદ, વડોદરા, પંચમહાલ, પાટણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. તે ઉપરાંત 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ, મોરબી, બનાસકાંઠા, દાહોદ જિલ્લાના અનેક વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદ આવી શકે છે આ વિસ્તારોમાં 

15 મે માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ,મહીસાગર, દાહોદ, ગીરસોમનાથના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. તે ઉપરાંત 16 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે..   

News18 Gujarati

News18 Gujarati

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કરાઈ આગાહી

અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.. મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે... અમદાવાદ, મેહસાણા, દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા, સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને ત્યાં વરસાદ પડવાની શક્યતા છે.... મહત્વનું છે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. મહત્વનું છે કે માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે...   એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.