એક તરફ સરકાર જ્યાં ફાયર એનઓસી નથી ત્યાં કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ જૂનાગઢમાં સરકારી કોલેજ, હોસ્પિટલ પાસે જ NOC નથી! સવાલ થાય કે...


  • Published By :
  • Published Date : 2024-05-29 10:42:29

રાજકોટમાં બનેલી ઘટના બાદ સરકાર ઉંઘમાંથી જાગી હોય તેવું લાગે છે.. એવા આદેશ આપ્યા છે કે જ્યાં ફાયર એનઓસી નથી ત્યાં પગલા લો.. અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરાઈ રહ્યું છે.. સરકાર દ્વારા ફાયર એનઓસી નથી ત્યાં એક્શન લેવાઈ રહ્યા છે. જગ્યાને સિલ કરવામાં આવી રહી છે.. ત્યારે સવાલ થાય કે શું સરકાર જૂનાગઢમાં આવેલી મેડિકલ કોલેજ, હોસ્પિટલ વિરૂદ્ધ પગલા લેશે?  જૂનાગઢમાં આવેલી મેડીકલ કૉલેજ પાસે આજની તારીખે પણ ફાયર એનઓસી છે જ નહીં. મેડિકલ કોલેજ શરૂ થયે વર્ષો વિતી ગયા પરંતુ હજી સુધી ત્યાં ફાયર એનઓસી નથી.. જે લોકો જીવ કેવી રીતે બચાવવો તેની ટ્રેનિંગ લઈ રહ્યા હોય તેમના જીવ સુરક્ષિત નથી... 

શું અધિકારીઓની જવાબદારી નથી કે તે સમયાંતરે ચેકિંગ કરે?

સરકાર દ્વારા એક્શન લેવાઈ રહ્યા છે તેની ના નથી પરંતુ તે મુખ્યત્વે મર્યાદીત હોય છે..હમણાં ગેમ ઝોનમાં દુર્ઘટના બની છે એટલે રાજ્યમાં આવેલા ગેન ઝોનમાં ચેકિંગ કરાઈ રહ્યું છે..મોરબી ઝૂલતા પૂલમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ બ્રિજોનું ચેકિંગ કરવામાં આવ્યું વગેરે વગેરે.. આપણે શા માટે એક્શન કોઈ દુર્ઘટના ઘટે છે તે બાદ લઈએ છીએ? શું તંત્રની, અધિકારીઓની જવાબદારીમાં નથી આવતું તે સમયાંતરે આવું ચેકિંગ હાથ ધરે? સરકારની આંખ ત્યારે જ ખુલે છે જ્યારે આવી દુર્ઘટનાઓ થાય છે,અનેક જિંદગીઓ જાય છે..!  



આપણે આપણી અને આપણા બાળકોની રક્ષા માટે બોલવું પડશે... 

અનેક વખત અમે કહીએ છીએ કે પોતાના માટે અવાજ ઉઠાવો.. પોતાના સ્વજનોની રક્ષા કરવા માટે  બોલો.. મૌન તમને બાળે તે પહેલા બોલો.. દરેક શહેરના નાગરીકોએ પોતાના શહેરની, પોતાના સ્વજનોની પોતાના બાળકોની ચિંતા કરવી પડશે, બાકી આપણી પાસે કશું જ નહીં બચે. સુરતમાં કશુંક થાય તો સુરતમાં ફેલાયેલા સન્નાટાની વાત કરીએ, મોરબીમાં કોઈ મરે તો ત્યાં મરશીયા ગાઈએ રાજકોટ રડે તો ત્યાંના રોકકળની વાત કરીએ.. પરંતુ આપણે આપણા માટે બોલવું પડશે..   



જૂનાગઢમાં આવેલી મેડિકલ કોલેજ પાસે નથી એનઓસી 

જૂનાગઢ વિશે વાત કરીને વારાફરતી અનેક શહેરોની સ્થિતિ વિશે વાત કરવાની શરૂઆત કરવી છે.તમને જાણીને આઘાત લાગશે કે ગુજરાતના આ અતિશય સુંદર અને પવિત્ર શહેરને અત્યાર સુધી ભગવાને બચાવીને રાખ્યું છે, બાકી અંધાધુંધી તો અહીંયા ભયાનક હદે ફેલાયેલી છે.એ અંધાધુંધી માત્ર ખાનગી માલિકીની જગ્યાઓમાં નહીં, સરકારી જગ્યાઓમાં પણ છે. જૂનાગઢમાં આવેલી મેડીકલ કૉલેજ પાસે આજની તારીખે પણ ફાયર એનઓસી છે જ નહીં. અને ફાયર એનઓસી ના હોય તો કોઈ પણ ખાનગી જગ્યાએ બીયુ પરમિશન ના મળે અને બીયુ ના મળે તો તમે એ જગ્યા વાપરી ના શકો અને વાપરો તો ગુનો બને.... પણ જો એ સરકારી ઈમારત છે તો નિયમો અને એમને જાણે કોઈ જ લેવાદેવા નથી. 



8 વખત નોટિસ ફટકારવામાં આવી પરંતુ.. 

આ સંદર્ભે જમાવટની ટીમે જૂનાગઢના ચીફ ફાયર ઓફીસર સાથે પણ વાત કરી, એમનું નામ દિપક જાની છે અને એ પોતે સ્વિકારી રહ્યા છે કે 8-8 વખત એમને નોટીસ ફટકારવા છતાં હજુ પણ ફાયર સેફ્ટી માટેનું કામ ચાલુ જ છે, અને સરકારી કામ છે, ધીરે ધીરે થાય એમ કરીને જબરદસ્ત ખેંચાઈ રહ્યું છે... આ ધીરે ધીરે કેટલું ધીરે એનો કોઈ પાસે જવાબ નથી કેમ કે કૉલેજ શરૂ થયે પણ વર્ષો થઈ ગયા છે. પણ દુનિયાનો જીવ બચાવવાનું ભણતા છોકરાઓના પોતાના જીવ જોખમમાં છે. આવું જ ત્યાંની હોસ્પિટલમાં પણ છે...

 જે લોકો ત્યાં જીવ બચાવવા માટે આવ્યા છે તેમનો જીવ પણ જોખમમાં છે.. કદાચ આવી તો અનેક સરકારી ઈમારતો હશે જેની પાસે ફાયર એનઓસી નહીં હોય.. ત્યારે એટલું જ કહેવું છે કે માંઝી હી નાંવ ડુબોયે તો ઉસે કૌન બચાયે... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે