Navratriના સાતમા નોરતે શક્તિપીઠમાં ઉમટી ભાવિકોની ભીડ, અંબાજી-પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર


  • Published By :
  • Published Date : 2023-10-22 13:33:42

નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. માતાજીની આરાધના કરવામાં આવે છે. માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. શક્તિપીઠમાં નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા હોય છે. દૂર દૂરથી માઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે નવરાત્રીનો સાતમો દિવસ છે. સાતમા નોરતે માતા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. કાલરાત્રિ માતાની આરાધના આજે કરવામાં આવતી હોવાથી આજે મંદિરમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યો છે. માઈ ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.


પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર 

ગુજરાતમાં અનેક શક્તિપીઠ આવેલા છે. અંબાજી, ચોટીલા સહિતના માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. માતાજીના દર્શન કરી ભક્તો માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે અને ધન્યતા અનુભવે છે. નવરાત્રીના દિવસો દરમિયાન માઈ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. આજે નવરાત્રીના સાતમા નોરતે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા નોરતે પાવાગઢ ખાતે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. માતાજીનું કાલરાત્રિ સ્વરૂપ ભલે ભયાનક હોય પરંતુ તે પોતાના ભક્તો માટે ખૂબ જ દયાળું છે. પાવાગઢ સિવાય શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તોનો માનવમહેરામણ ઉમટ્યો છે. વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.


શું છે શક્તિપીઠનો ઈતિહાસ?  

પૌરાણીક કથા અનુસાર માતા સતીના પિતા દક્ષરાજાએ યજ્ઞનું આયોજન કર્યું હતું. તે યજ્ઞમાં દરેકને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમણે તેમની પુત્રી અને જમાઈ એટલે કે ભગવાન શંકરને આમંત્રણ આપ્યું ન હતું. યજ્ઞની વાત સાંભળતા જ સતી યજ્ઞસ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે દક્ષ રાજાએ મહાદેવજીનું અપમાન કર્યું. સતી મહાદેવજીનું અપમાન ન સહી શક્યા. તેમણે પોતાની શક્તિથી પોતાના દેહનો ત્યાગ કર્યો. આ વાત સાંભળી મહાદેવ ક્રોધિત થઈ ગયા. મહાદેવજી સતીના શરીરને લઈ જઈ રહ્યા હતા ત્યારે ભગવાન નારાયણે સુદર્શન ચક્રથી તેમના શરીરના 52 ટુકડા કર્યા. જ્યાં જ્યાં માતા સતીના દેહના ટુકડા પડ્યા હતા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. ગુજરાતમાં પણ અનેક શક્તિપીઠો આવ્યા છે. નવરાત્રી દરમિયાન મંદિરો જય જય  અંબેના નારાથી ગુંજી ઉઠ્યા છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે