આ તારીખે ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે મુસીબતનું માવઠું, જાણો હવામાન વિભાગ અને Ambalal Patelએ કમોસમી વરસાદને લઈ શું કરી આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-08 14:09:30

ગરમીની શરૂઆત રાજ્યમાં એક તરફ થઈ રહી છે તો બીજી તરફ જગતના તાતની ચિંતા વધી છે કારણ કે કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે. ગરમીનો પારો એક તરફ ઉપર વધી રહ્યો છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી રહ્યું છે..! ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 10 તેમજ 11 એપ્રિલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવવાની સંભાવના છે. તે ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે...


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

એક તરફ જગતના તાત અનેક મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ કમોસમી વરસાદ પણ ખેડૂતોને રડાવી રહ્યો છે. ગરમીની સિઝનમાં કમોસમી વરસાદની આગાહી કરાતા જગતના તાત ચિંતિત બન્યા છે. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ જગતના તાતને બેહાલ કર્યા હતા ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદ જગતના તાતની ચિંતા વધારી શકે છે કારણ કે અનેક ભાગો માટે માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 11થી 13 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે... હવામાન વિભાગની આગાહી અનુસાર 11 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં તો 12મી તારીખે સુરત,ભરૂચ તેમજ નવસારીમાં વરસાદનું અનુમાન છે તો 13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભરૂચ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં અનેક જગ્યાઓ પર કાળઝાળ ગરમીનો અનુભવ થશે... 


ગાજવીજ સાથે આવશે વરસાદ?

વરસાદને લઈ ના માત્ર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર  12 થી 15 એપ્રિલ વચ્ચે પ્રીમોનસૂન એક્ટિવિટી શરૂ થશે જેને કારણે અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. . આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલનાં ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. આ માવઠા બાદ રાજ્યમાં ગરમીનું તાપમાન વધી જશે તેવી આગાહી પણ કરવામા આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા... મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને સૌથી વધારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે!



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.