કેમ મહારાષ્ટ્ર આજના દિવસને 'કાળો દિવસ' કહે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 17:25:11

મહારાષ્ટ્રના એ કાળા દિવસે શું થયું હતું?

વર્ષ 1993નો એ 30 સપ્ટેમ્બરના સવારના સમયની એ વાત છે. દેશના લોકો સૂઈ રહ્યા હતા અને મહારાષ્ટ્રમાં હજુ તો સવારના ચાર વાગ્યામાં થોડી મિનિટોની જ વાર હતી. મહારાષ્ટ્રના લાતુર અને ઓસ્માનાબાદ વિસ્તારમાં ભયાનક ભૂકંપ આવે છે. આ ભૂકંપ એક સાથે 52થી વધુ ગામોને અસર કરે છે, જેમાં લગભગ 10 હજાર લોકો મરી જાય છે. જો કે કુલ અસરની વાત કરીએ તો લગભગ 700થી વધુ ગામોમાં ભૂકંપના કારણે અસર થઈ હતી. 

આ દૂર્ઘટનામાં 30 હજાર લોકો તો ઈજાગ્રસ્ત થાય છે. સવારે 3 વાગીને 56 મિનિટે જે ભૂકંપ આવ્યો હતો તે મહારાષ્ટ્ર અને ભારત કોઈ દિવસ નહીં ભૂલી શકે. મહારાષ્ટ્રના આજના ભૂકંપની તીવ્રતા 6.4 હતી. ભૂકંપ સિસ્મોગ્રાફ નામના મશીનમાં માપવામાં આવે છે.


ભૂકંપનું વિજ્ઞાન સમજીએ તો...

આ ભૂકંપ જમીનની દસ કિલોમીટર અંદર આવ્યો હતો. દસ કિલોમીટર હોવાથી આ ભૂકંપ ભયાનકમાં ભયાનક હતો. જમીનના અંદર મેગ્મા નામનું પ્રવાહી રહેલું છે. આ મેગ્મા સતત હલન ચલન કરતું રહેતું હોય છે. તેની ઉપર પૃથ્વીનો પોપડો આવેલો છે જે તેના પર તરતો હોય છે. હલન ચલન વધે તો કંપારી છૂટે છે અને તેના કારણે ભૂકંપનું નિર્માણ થાય છે. જો આ ભૂકંપ ખૂબ ઉંડે સુધી હોય તો જાનહાનીના ચાન્સ ઓછા રહે છે, પરંતુ જો જમીનની સપાટી નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય તો મર્યા સમજજો. કારણ કે જેટલો ભૂકંપ અંદર હોય છે ત્યારે તે મેગ્મામાંથી પસાર થાય તો મેગ્મા તેની કંપારીને ઓછી કરી દે છે. જો ભૂકંપ પોપડામાં હોય તો તે ઘન પદાર્થમાં હોવાના કારણે મોટી જાનહાની કરે છે. 



થોડા સમય પહેલા આચારસંહિતા ભંગ કરતા શિક્ષક દેખાયા હતા ત્યારે હવે પોલીસકર્મી આચાર સંહિતા ભંગ કરતા દેખાયા છે... મહિસાગરના કડાણા તાલુકામાં યોજાયેલી શેરી સભામાં હોમગાર્ડ કમાન્ડર દેખાયા હતા

રાજકોટ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે. પરેશ ધાનાણીએ જાહેરસભામાં તેમણે હરખપદુડો શબ્દ વાપર્યો હતો જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે..

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે. ત્યારે જમાવટની ટીમ ભાવનગરના એવા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં ક્ષત્રિય સમાજના લોકો વધારે રહેતા હતા.

થોડા દિવસ પહેલા અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે તે ગુજરાત આવી પોરબંદરના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે..