વેલેન્ટાઈન ડેના દિવસે શાળાના વિદ્યાર્થીઓએ કરી માતા-પિતાની પૂજા, ઉજવ્યો માતૃ-પિતૃ દિવસ


  • Published By :
  • Published Date : 2023-02-14 17:15:58

14 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દિવસે પ્રેમીઓ એક બીજાને ગુલાબના ફૂલો આપી પ્રેમનો હિઝહાર કરતા હોય છે. ત્યારે અનેક જગ્યાઓ પર વેલેન્ટાઈન ડેના દિવસે માતા-પિતાની પૂજા કરવામાં આવી હતી. વાપીની શાળામાં તેમજ ડીસાની શાળામાં માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. 

 Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસામાં વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરવાને બદલે આજે ભારતીય સંસ્કૃતિ મુજબ માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવી વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરાઇ હતી.


 ત્યારે આજે બનાસકાંઠાના ડીસાની આદર્શ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ આજે વેલેન્ટાઇન ડે ની અનોખી રીતે ઉજવણી કરી હતી.જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.

 એક તરફ યુવા ધન પશ્ચિમી દેશો નું આંધળુ અનુકરણ કરી રહ્યા છે. ત્યારે ડીસામાં આદર્શ હાઈસ્કૂલના બાળકોએ આજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ માતા-પિતાનુ પૂજન કરી વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરી હતી.આવા કાર્યક્રમો થકી શાળાના સંચાલકો અને બાળકો અન્ય લોકોને પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ ડે અને તહેવારોની ઉજવણી માટે અનોખો સંદેશ આપ્યો હતો.

માતા પિતાની પૂજા કરી ઉજવ્યો વેલેન્ટાઈન ડે 

આજની પેઢી વેસ્ટર્ન કર્લ્ચરથી ઘણી પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી અનેક લોકો કરી રહ્યા છે. આ દિવસે લોકો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. ત્યારે રાજ્યની અનેક શાળાઓમાં આ દિવસની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડીસામાં આવેલી આદર્શ હાઈસ્કુલ ખાતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની બદલે માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ડીસા ઉપરાંત વાપીની જ્ઞાનગંગા શાળામાં પણ માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. 

      આવનાર નવી પેઢીને અત્યારથી જ વેલેન્ટાઇન એટલે પ્રેમીઓનો દિવસ નહીં પરંતુ પોતાના માતા-પિતાને પૂજવાનો દિવસ તરીકે ઉજવવામાં આવે, આ પ્રકારની પ્રેરણા આપવામાં આવી હતી. શાળા પરિસરમાં આ નિમિત્તે યોજાયેલા માતૃ-પિતૃ પૂજનવિધિમાં શાળાના 1,000થી વધુ બાળકો અને તેમના માતા-પિતા આ પૂજામાં જોડાયા હતા. જ્યાં બાળકોએ પુરા ભક્તિ ભાવપૂર્વક પોતાના માતા-પિતાની પૂજા આરતી કરી હતી.


 ભરતસિંહ વાઢેર, વાપી: દેશ અને દુનિયામાં આજે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ 14 ફેબ્રુઆરીને પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપી પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ ઘેલી બનેલી આજની નવી પેઢીને ભારતીય સંસ્કૃતિથી ઉજાગર કરવા માટે વાપીની જ્ઞાન ગંગા શાળામાં આજના દિવસે વેલેન્ટાઈન ડેની ઉજવણીને બદલે  માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં (Worship Of Parents On Valentine Day) આવ્યો હતો.

ઉત્સાહપૂર્વક વિદ્યાર્થી તેમજ વાલીઓએ લીધો ભાગ   

આ પૂજા જ્યારે કરવામાં આવી રહી હતી તે દરમિયાન અનેક ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા. આ દિવસની ઉજવણી કરવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પહોંચ્યા હતા. વેલેન્ટાઈન ડેની ઉજવણી ન કરી વાલીઓની પૂજા કરી સંસ્કૃતિનું જતન કર્યું હતું અને સમાજને એક નવો માર્ગ બતાવ્યો હતો.        




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.