ફરી એક વખત વિવાદમાં આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પરીક્ષા પહેલા વાયરલ થયા પરીક્ષાના પેપર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 10:54:33

ગુજરાતમાં પેપર-લીક થવું હવે સામાન્ય થઈ ગયું છે. અનેક વખત પેપર લીક થવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વખત પેપર લીક કાંડ  મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ સામે આવ્યું છે. BBA અને B.com સેમ 5ની પરીક્ષાનું પેપર ફુટતા વિવાદ સર્જાયો છે. જેને કારણે BBAનું નવું પેપર કાઢવામાં આવ્યું છે જ્યારે બીકોમની પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે.  

સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થતા વિદ્યાર્થીઓમાં રોષ

બી.બીએ સેમેસ્ટેર 5માં ડાયરેક્ટ ટેક્સની પરીક્ષા થવાની હતી એને બી.કોમ વાળાની આજે ઓડિટિંગ એન્ડ ગવર્નન્સ-1ની  પરીક્ષા લેવાની હતી. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે અને રોષે ભરાયા છે. 12 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થઈ ગયું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા પેપર ફૂટતા તાત્કાલિક બીબીએનું નવું પેપર કાઢવામાં આવ્યું હતું. જ્યારે B.Comની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. પરીક્ષાના એક દિવસ પહેલા પેપર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રો પર મોકલી દેવામાં આવે છે. જેને કારણે અનેક વખત પેપર ફૂટતા રહે છે અને હજારો વિદ્યાર્થીના ભાવિ સાથે ચેડા થાય છે.  

Rajkot: The exam papers of BBA and B.Com were leaked in this university ગુજરાતની આ યુનિવર્સિટી ફરી એકવાર આવી વિવાદમાં, BBA અને B.Comની પરીક્ષાના પેપર થયા લીક


વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા

અનેક વખત પેપર ફૂટવાનો મામલો સામે આવતો રહે છે. પેપર લીક થવું હવે સામાન્ય બની ગયું છે. અનેક યુનિવર્સિટીઓમાંથી પેપર લીક કાંડ સામે આવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કૌભાંડનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. પેપર લીક થતા નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર આની અસર પડે છે. તેમનું ભવિષ્ય બગડી જતું હોય છે. આમાં મહેનત કરનાર વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફળી વળે છે. તંત્રને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે ક્યાં સુધી તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થી ભોગ બનશે.    


પેપર લીક પર રાજનીતિ:ઇશુદાન ગઢવીએ ટ્વિટ કરી ભાજપ પર પ્રહાર કર્યા 




ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે ગોકળગાયની ગતિએ ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે વાત કરી હતી.. પત્રમાં તેમણે જણાવ્યું કે જો એક મહિનાની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો પરિસ્થિતિ ગત વર્ષ જેવી થશે..મુખ્યમંત્રી દ્વારા એક્શન લેવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.

ચારધામના દ્વાર ખુલતા જ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં આવી પહોંચ્યા છે જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે... અનેક લોકો મોબાઈલમાં રિલ બનાવતા હોય છે જેને કારણે ભીડ જામી જતી હોય છે. ત્યારે વ્યવસ્થા ના ખોરવાય તે માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કમોસમી વરસાદના રાઉન્ડ બાદ તાપમાનનો પારો સતત વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું..