માવઠાની આગાહીથી જગતનો તાત ચિંતિત! આ તારીખે બદલાશે રાજ્યનું હવામાન, જાણો કઈ તારીખ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-06 16:26:55

ઉનાળાની શરૂઆત થતા કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો. જે રીતે એપ્રિલમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો તેને જોતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો હતો કે એપ્રિલ મહિનામાં આ હાલત છે તો મે મહિનામાં શું હાલત થશે...? પરંતુ છેલ્લા થોડા દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો  પરંતુ વાદળછાયું વાતાવરણને કારણે ગરમી ઓછી લાગી રહી છે... આ બધા વચ્ચે 10મી તેમજ 11મી એપ્રિલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


હવામાન વિભાગે શું કરી છે આગાહી?  

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો અનેક વખત આવ્યો છે. શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે જગતના તાતની ચિંતા વધી હતી. જગતના તાતને રડવાનો વારો આવ્યો હતો.. ત્યારે ઉનાળાની સિઝનમાં પણ માવઠું પીછો નહીં છોડે તેવું લાગી રહ્યું છે... એપ્રિલ મહિનામાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. હવામાન વિભાગની આગાહી મુજબ 10 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે.  


11 તારીખે પણ આવી શકે છે માવઠું!

ન માત્ર 10મી તારીખે પરંતુ 11 એપ્રિલે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. તે ઉપરાંત મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં પણ છુટોછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે ના માત્ર હવામાન વિભાગ દ્વારા આવી આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.. પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે...   


જગતના તાતને આવશે રડવાનો વારો!

પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 13 એપ્રિલ સુધી ગરમીનો અહેસાસ થશે. પરંતુ 13 એપ્રિલ બાદ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 13થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના રહેલી છે.. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવશે..   



ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...!

રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અનેક રાજવી પરિવારના સદસ્યો હાજર હતા. ગુજરાત 45 રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે.

લોકસભા બેઠકના ઉમેદવારોને જમાવટની ટીમ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે. તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યારે મહેસાણાના ઉમેદવારોને ફોન કર્યો હતો.

મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..