BJPમાં એક વિવાદ તો શાંત થતો નથી અને બીજો વિવાદ શરૂ! Congressથી BJPમાં આવેલા સી.જે.ચાવડાને ઉમેદવાર જાહેર કરાતા જોવા મળી નારાજગી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-27 15:14:41

એક સમય હતો જ્યારે પ્રતિદિન કોંગ્રેસમાં ભડકા થતા હતા. કોઈને કોઈ વાતને લઈ પાર્ટીની અંદર વિવાદ છેડાતો અને એ વિવાદ ખુલ્લીને બહાર પણ આવી જતો.. ત્યારે હવે ભાજપમાં વિરોધની ફેશન ચાલી રહી છે તેવું લાગે છે! લોકસભા સીટના ઉમેદવારને લઈ વિવાદ શાંત નથી થયો ત્યારે પેટા ચૂંટણીના ઉમેદવારને લઈ વિરોધ શરૂ થયો. હવે વિજાપુરમાં બબાલની શરૂઆત થઇ ગઈ છે. સૌથી શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં હવે ભડકો થવો એ ફેશન બની ગઈ લાગે છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સી.જે ચાવડાને લઈને હવે ભાજપમાં જ ભડકો થયો છે. 


ભાજપે પેટા ચૂંટણીના નામની કરી જાહેરાત 

ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. પવિત્ર થવા માટે નેતાઓ ભાજપ રૂપી ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે.! ગુજરાતમાં તો અનેક ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપી પક્ષપલટો કરી લીધો છે. 6 ધારાસભ્યો પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. વિધાનસભા બેઠક ખાલી થતાં ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જેને લઈ ભાજપના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.    

સી.જે.ચાવડાને ટિકીટ મળતા ભાજપના નેતાઓમાં જોવા મળી નારાજગી

સી.જે ચાવડાને ભાજપમાંથી ટિકીટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. અને આ નારાજગીને કારણે કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામુ આપ્યું છે. ગોવિંદભાઇ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામુ સોંપી દીધું છે અને હજુ પણ વધુ રાજીનામાં પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ જે જુના કાર્યકર્તાઓમાં નારાજગી છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકીટ મળે તો અમારે શું કરવાનું? તો હવે એવું કહેવાય કે ભાજપની રોજ હાલત કોંગ્રેસ જેવી થતી જઈ રહી છે. કારણ કે હમણાં સુધી આપણે કોંગેસના કકળાટની ચર્ચાઓ કરી છે પણ હવે રોજ ભાજપના ભડકાના સમાચાર આવે છે. 


શું છે સી.જે.ચાવડાનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ?

12 ફેબ્રુઆરી એ પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા સહિત અનેક કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા હતાં. સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તે ભાજપમાં જોડાયા હતા. સી.જે ચાવડાની વાત કરીએ તો ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા છે. ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા. 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા. 


કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને મળી રહી છે ટિકીટ 

વિજાપુરમાં વિરોધના સુર છેડાઈ ગયા છે. ત્યાંના કાર્યકર્તા કહે છે કે સી. જે ચાવડાને ટિકિટ આપી એ અમને કીધું જ નથી. સાથે એ લોકો એવું પણ કહે છે કે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લેવાની જરૂર જ નથી. હાલ જે પરિસ્થિત ઉભી થઈ છે એમાં ભાજપનું જે કોંગ્રેસીકરણ થયું એના કારણે પાયાના કાર્યકર્તા નારાજ દેખાઈ રહ્યા છે. વચ્ચે મેસેજ પણ વાઈરલ થયા હતા કે જો ટિકીટ જોઈએ છે પદ જોઈએ છે તો કોંગ્રેસ માંથી ભાજપમાં આવો તો મળે. હમણાંની પરિસ્થિતિ જોતા એવું લાગે કે આવી ઘટનાઓ બીજે ક્યાંથી પણ સામે આવે તો નવાઈ નહીં...   



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે