ડમી કાંડમાં વધુ એક આરોપીને ઝડપી પડાયો! મિલન બારૈયા બાદ આ આરોપી વિરૂદ્ધ થઈ કાર્યવાહી, હજી સુધી આ મામલે આટલા લોકોની થઈ છે ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-20 14:14:54

ડમીકાંડ મામલામાં રોજે રોજ નવી માહિતી સામે આવી રહી છે. ભાવનગર પોલીસ દ્વારા આ મામલે 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કેસને લઈ એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ડમી કાંડ મામલે વધુ બે આરોપીઓ ઝડપાયા છે. મિલન બારૈયા અને વિરમદેવસિંહ ગોહિલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે આઠ જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે. 

ભાવનગર ડમીકાંડમાં કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, 36 વિરૂદ્ધ  નોંધ્યો ગુનો | Court grants 7 day remand of accused in Bhavnagar dummy case

આ મામલે આઠ આરોપી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી!   

થોડા સમય પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવા મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. યુવરાજસિંહ દ્વારા નામ આપવામાં આવ્યા હતા. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે હજી આની પહેલા 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વધુ બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. મિલન બારૈયા તેમજ વિરમદેવસિંહને પકડી પાડવામાં આવ્યા છે. 


મિલન બારૈયાએ ડમી ઉમેદવાર બની આપી સાત પરીક્ષાઓ! 

ડમી ઉમેદવાર બની અનેક પરીક્ષાઓ આપી છે. મળતી માહિતી અનુસાર આરોપી વિરમદેવસિંહ એસટી વિભાગમાં ફરજ નિભાવે છે. તેણે 2017માં શરદના કહેવાથી ગ્રામસેવકની પરીક્ષા આપી હતી. મિલન બારૈયા એ ડમી ઉમેદવાર બની સાત જેટલી પરીક્ષાઓ આપી છે. મળતી માહિતી અનુસાર ડમી ઉમેદવાર બની આ પરીક્ષાઓમાં મિલન બારૈયાએ સાત પરીક્ષાઓ આપી હતી. જો પરીક્ષાઓની વાત કરીએ તો વર્ષ 2020માં ભાવનગર સ્વામી વિદ્યામંદિરમાં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. તે જ વર્ષે વર્ષ 2020માં ધોરણ 12 આર્ટસના અંગ્રેજી પેપરની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. 2022માં કવિત.એ.રાવના ડમી ઉમેદવાર તરીકે લેબ ટેક્નિશિયનની પરીક્ષા આપી હતી. પશુધન નિરીક્ષક તરીકે ભાવેશ રાઠવાના ડમી ઉમેદવાર બની 2022માં પરીક્ષા આપી હતી. રાજપરાના એક વિદ્યાર્થીના ડમી ઉમેદવાર તરીકે 2022માં વન રક્ષકની પરીક્ષા આપી હતી. અમરેલીમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તે ઉપરાંત 2022મં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. ત્યારે મિલન બારૈયા અંગે વિચાર કરીએ તો જો મિલન બારૈયાએ પોતે જ પોતાના માટે પરીક્ષા આપી હોત તો આજે એક સારી જગ્યા પર હોત.   


યુવરાજસિંહને આ મામલે પાઠવવામાં આવ્યું હતું સમન્સ પરંતુ તે હાજર ન થયા!

અને દરેક પરીક્ષા માટે મિલન બારૈયા 25 હજાર રુપિયા લેતો હતો. આ મામલે 8 આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ડમી કાંડ મામલે યુવરાજસિંહની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે. થોડા દિવસો પહેલા બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ભાવનગર એસઓજી દ્વારા યુવરાજસિંહને સમન્સ પણ પાઠવવામાં આવ્યું હતું. ગઈકાલે બાર વાગ્યા સુધીમાં યુવરાજસિંહને હાજર થવાનું હતું પરંતુ અચાનક તેમની તબિયત બગડી જતા તે હાજર થયા ન હતા. જે બાદ આ મામલે તેમણે ટાઈમ માંગ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થઈ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. આ મામલે શિક્ષણમંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.