Kerelaમાં Nipah Virusનો વધુ એક કેસ નોંધાયો, કેરળ સરકારની સાથે સાથે આ રાજ્યની સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-15 13:00:26

થોડા વર્ષો પહેલા કોરોના વાયરસને કારણે હાહાકાર મચ્યો હતો. હજારો, લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાના નવા નવા વેરિયન્ટ પણ સામે આવતા હતા અને એ વેરિયન્ટ તો કોરોના કરતા વધારે ખતરનાક સાબિત થયા હતા. ત્યારે હવે કેરળમાં નિપાહ વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. કેરળ રાજ્યમાં નિપાહ વાયરસના પાંચ કેસ નોંધાયા છે. બે લોકોના મોત થયા છે. ત્યારે વધતા નિપાહ વાયરસને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. રાજ્ય સરકારે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. 

લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરી અપીલ 

કેરળમાં નિપાહ વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં નિપાહ વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. અનેક લોકો નિપાહ વાયરસનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે પણ એક નવો કેસ કેરળથી સામે આવ્યો છે. રાજ્યમાં વધતા કેસને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે કેરળના સ્વાસ્થય મંત્રી કાર્યાલયના હવાલેથી જણાવ્યું છે કે કોઝિકોડમાં એક હોસ્પિટલમાં નિપાહ વાયરસ સંક્રમિત દર્દી મળી આવ્યો છે. વાયરસના વધતા કેસને જોતા સરકારે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે. કામ વગર ઘરેથી ન નિકળવા માટે અપીલ કરી છે. અનેક જગ્યાઓ પર શાળાઓ કોલેજો પણ બંધ રાખવામાં આવી છે.,

કેરળ સરકારની સાથે કર્ણાટક સરકાર પણ થઈ એક્ટિવ

કેરળ સરકાર સિવાય કર્ણાટક સરકાર વધતા નિપાહ વાયરસના કેસને લઈ સતર્ક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર કર્ણાટક સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં લોકોને કેરળના પ્રભાવિત ક્ષેત્રોમાં બિનજરૂરી યાત્રા ન કરવાની સલાહ આપી છે. મહત્વનું છે કે કેરળમાં નિપાહ વાયરસને લઈ ચિંતા વધી રહી છે. આ વાયરસને કારણે બે લોકોના મોત પણ થઈ ગયા છે. સરકાર તેમજ આરોગ્ય વિભાગ એક્ટિવ થઈ આ રોગચાળા ન ફેલાય તે માટે પ્રયાસ કરી રહી છે.



કેરળ રાજ્યમાં નિપાહ વાયરસ  ફરી વકર્યો!  

2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.