દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક અધિકારીની કરવામાં આવી ધરપકડ, જાણો આ કેસમાં શું થયો નવો ખુલાસો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-22 18:13:44

ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી ટોલનાકુ પકડાય છે તો કોઈ વખત નકલી અધિકારી પકડાય છે. ત્યારે થોડા સમય પહેલા દાહોદમાં નકલી કચેરી પકડાઈ હતી. નકલી કચેરી પકડાતા અનેક સવાલો ઉભા થયા હતા કે કોઈને ખબર કેવી રીતે ના પડી કે આખે આખી નકલી કચેરી ચાલી રહી છે? ત્યારે નકલી કચેરી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નકલી કચેરી મામલે વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. જે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે તેમનું નામ સંજય પંડ્યા છે. હજી સુધી આ કૌભાંડ 18.59 કરોડનું હતું પરંતુ હવે આ કૌભાંડ વધીને 25 કરોડને પાર થઈ ગયું છે.  


સંજય પંડ્યાની કરવામાં આવી નકલી કચેરી કેસ મામલે ધરપકડ! 

દાહોદમાં ચાલતી નકલી કચેરીનો પર્દાફાશ થયો હતો. નકલી કચેરી ઉભી કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અંદાજીત 18 કરોડને પાર આ કૌભાંડનો આંકડો પહોંચી ગયો છે. આ મામલો સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ ગઈ ગયો છે. નકલી કચેરી બનાવવા પાછળ અસલી અધિકારીઓ પણ સામેલ છે તેવી વાત તપાસ દરમિયાન ખુલ્લી પડી હતી. હજી સુધી આ કેસમાં 13 જેટલા લોકોની સંડોવણી સામે આવી હતી ત્યારે આજે વધુ એક અધિકારીની સંડોવણી સામે આવી છે. તત્કાલીન પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા સંજય પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. સંજય પંડ્યા હાલ અમદાવાદના સ્પીપા ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે પરંતુ 2022થી 2023 દરમિયાન દાહોદમાં તે પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા. 


કૌભાંડની રકમ વધીને આટલા પર પહોંચી!

આ કેસમાં થોડા દિવસ પહેલા જ પોલીસે ચાર્જ સીટ દાખલ  કરી છે. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જ સીટમાં 7 બેંકોના એકાઉન્ટના 200 સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં એક પુર્વ  IAS બાબુ નીનામા સહીત 13 આરોપીને અગાઉ પોલીસએ ઝડપી પાડયા હતા ત્યારે આજે વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડની રકમ 25 કરોડને પાર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે આ કેસમાં આગળ પણ વધુ લોકોના નામો સામે આવી શકે છે..  



જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.