Jamanagarમાં વધુ એક યુવાનનું થયું Heart Attackને કારણે મોત, Gujaratમાં અનેક લોકો માટે આ નવરાત્રી બની અંતિમ નવરાત્રી!


  • Published By :
  • Published Date : 2023-10-25 13:50:35

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. માત્ર નવરાત્રીના સમય દરમિયાન 36 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેવી માહિતી સામે આવી છે. નવરાત્રી દરમિાયન ગરબે ઘૂમતી વખતે પણ અનેક લોકોએ અંતિમ શ્વાસ લીધા છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં 36 જેટલા મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવી માહિતી સામે આવી છે. યુવાનો માતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે. ત્યારે જામનગરમાં વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 37 વર્ષીય જયવંતસિંહ વાળાનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 


નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકને કારણે થયા આટલા લોકોના મોત

એક સમય કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. લાખો લોકોના મોત કોરોના સંક્રમિત થયા હોવાને કારણે થયા છે. તેમાંથી અનેક લોકો મોતને વ્હાલા થયા હતા. કોરોના નહીંવત છે તેવું હમણા માનીએ તો ખોટા ન ગણાઈએ. કોરોના બાદ હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. યુવાનો મોતને ભેટી રહ્યા છે કારણ કે તેમને હાર્ટ એટેક આવી રહ્યો છે. નવરાત્રી દરમિયાન તો અનેક સમાચારો સામે આવ્યા જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. નવરાત્રીના નવ દિવસ દરમિયાન 36 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આ આંકડો કદાચ વધારે પણ હોઈ શકે છે. 


જામનગરમાં વધુ એક યુવાનનું થયું હાર્ટ એટેકને કારણે મોત

થોડા સમય પહેલા 19 વર્ષીય યુવાનનું મોત જામનગરમાં થયું હતું ત્યારે જામનગરમાં વધુ એક આશાવાદી .યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જામનગરના સિક્કા ગામમાં રહેતા 37 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે ઢળી પડ્યો. સારવાર અર્થે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. યુવાનની આવી ઓચિંતી ચિર વિદાયને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 


આ વિસ્તારોથી સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ 

મહત્વનું છે કે કોરોના બાદ યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિતના અનેક વિસ્તારો છે જ્યાંથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધારે સામે આવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન થયેલા મોત અંગેની વાત કરીએ તો અમદાવાદમાં 3 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સૌરાષ્ટ્રમાં 16 લોકોએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે.  દક્ષિણ ગુજરાતથી 15 કેસ હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે, અને મોતને ભેટ્યા છે. તે ઉપરાંત ઉત્તર-ગુજરાતથી 02 કેસ નોંધાયા છે.


આનંદીબેન પટેલે અને શક્તિસિંહ ગોહિલે ચિંતા કરી હતી વ્યક્ત

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. યુવાનો ઉપરાંત વિદ્યાર્થીઓના મોત પણ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. શાળામાં ભણતા અનેક વિદ્યાર્થી કાળનો કોળિયો બન્યા છે. થોડા સમય પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે ચિતા વ્યક્ત કરી હતી. તે બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હાર્ટ એટેકને કોરોના વેક્સિનને જોડી હતી. કોણે કઈ વેક્સિીન લીધી છે તે અંગે તપાસ થવી જોઈએ તેવી તેમણે વાત કરી હતી. મહત્વનું છે કે યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો સતત વધતો જઈ રહ્યો છે.   



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.