Onion Price Hike : એ કારણો જેને કારણે એક સપ્તાહની અંદર વધ્યા ડુંગળીના ભાવ, ચૂંટણી સમયે ભાવ વધતા સરકારની ચિંતા વધી, કારણ કે....


  • Published By :
  • Published Date : 2023-10-30 12:02:49

એક સમય હતો કે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા. પ્રતિ કિલો 200 રુપિયાના ભાવે ટામેટા વેચાતા હતા. એ સમયની વાત આપણે જાણીએ છીએ. અનેક સમાચાર તમે વાંચ્યા અને જોયા હશે. પરંતુ એકાએક ટામેટાની કિંમત ઘટી ગઈ. જે ટામેટા 200 રુપિયાની આસપાસ માર્કેટમાં વેચાતા હતા તે હવે હમણાં કેટલા ભાવમાં વેચાય છે તે તમે જાણો છો.. એકાએક ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટામેટા બાદ ડુંગળીના ભાવમાં વધારો હાલ જોવા મળી રહ્યો છે. ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. ડુંગળીના ભાવ બમણા કરતા પણ વધારે થઈ ગયા છે. 

 પરિણામે શાક માર્કેટમાં ડુંગળીની ખરીદી કરતા ગ્રાહકો પણ ઘટી ગયા છે. ગ્રાહકોને આશા છે કે, ડુંગળીના ભાવ ઘટશે. જ્યારે વેપારીઓ પણ ચિંતામાં છે કે જે માલ ભરેલો છે તેનું વેચાણ કેવી રીતે થશે. અચાનક ડુંગળીના વધી ગયેલા ભાવને કારણે ડુંગળીની ખરીદી ઓછી થઈ ગઈ છે.

15 દિવસની અંદર વધી ગયા ડુંગળીના ભાવ 

મોંઘવારી વધી ગઈ છે તેવા શબ્દો અનેક વખત આપણે સાંભળ્યા અથવા તો કહ્યા હશે. એવું પણ સાંભળ્યું હશે કે થોડા દિવસો પહેલા તો શાકભાજી આટલા ભાવે મળતી હતી પરંતુ માત્ર થોડા દિવસોની અંદર જ ભાવ વધારો થઈ ગયો. થોડા સમય પહેલા જ ટામેટાના ભાવમાં જે વધારો થયો તે આપણે જોયો છે. ટામેટા કેટલા ભાવે વેચાતા હતા તે પણ આપણે જાણીએ છીએ. ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માત્ર 15 દિવસની અંદર જ ભાવ ડબલ અથવા તો તેના કરતા વધી ગયા છે. ગરીબોની કસ્તુરી ડુંગળીને ગણવામાં  આવે છે. એક સમયે ડુંગળી 30થી 40 રુપિયાની વચ્ચે વેચાઈ રહી હતી તે આજે 70થી 80 રુપિયે વેચાઈ રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં આ ભાવ વધી પણ શકે છે.

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, કયા-કયા જિલ્લામાં વરસી શકે? - BBC  News ગુજરાતી

પહેલા વરસાદ ન આવ્યો અને જ્યારે આવ્યો ત્યારે... 

ખેતી પર ભારતનું અર્થતંત્ર ચાલે છે. પરંતુ ખેતી વરસાદ પર આધારીત છે. ખરાબ હવામાન હોવાને કારણે અનેક વખત ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. કોઈ વખત વધારે વરસાદને કારણે તો કોઈ વખત અપુરતા વરસાદને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો છે. પાક નિષ્ફળ જાય છે તે પાકની ઓછી આવક થાય છે. ઓછી આવક થાય છે તો ભાવમાં વધારો થાય છે. ત્યારે આ વખતનું ચોમાસુ બહુ વિચિત્ર હતું. પહેલા વરસાદ ન આવ્યો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી એટલો બધો વરસાદ આવ્યો કે પાકને નુકસાન પહોંચ્યું. ડુંગળાના ભાવમાં ઓચિંતો વધારો શા માટે થઈ રહ્યો છે તેની ચર્ચા શાકભાજીના વેપારીઓમાં તેમજ ખેડૂતોમાં થઈ રહી છે. 



આંકડાઓ શું કહે છે?

ગ્રાહક સુરક્ષા મંત્રાલયના આંકડા અનુસાર આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ડુંગળીના ભાવમાં 10 રુપિયા જેટલો વધારો નોંધાયો છે. તે ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સના આંકડાઓ અનુસાર સમગ્ર દેશમાં ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ 26 ઑક્ટોબરે 3,112 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે જે ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં 2,506 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.દેશના અનેક રાજ્યોમાં ડુંગળીના ભાવ 50ને પાર પહોંચી ગયા છે જ્યારે ગુજરાતના અનેક ભાગોમાં ડુંગળીના ભાવ 60ને પાર પહોંચી ગયા છે.  

 ભાવવધારાની અસર અમદાવાદના ગોતા શાકમાર્કેટમાં છૂટક ડુંગળી બટાકા વેચતા વેપારીઓનું કહેવું છે કે, ડુંગળી હાલ કોઈ ખરીદતું નથી કદાચ લોકો ખરીદે તો માત્ર 250 ગ્રામ જેટલી ડુંગળી ખરીદે છે. કાલુપુર બજારમાં ડુંગળી 60થી 65 રૂપિયા કિલો મળે છે, જ્યારે અહીં આવતા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગી જતા અમે 70થી 80 રૂપિયા કિલો ડુંગળી વેચી રહ્યા છીએ.

આ વખતનું ચોમાસું રહ્યું અનિયમિત     

ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો આ વર્ષે વરસાદ એકદમ અનિયમિત રહ્યો હતો. કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. ઉપરાંત બિપોરજોય વાવાઝોડાને કારણે પણ પાકને નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં પહેલા એદકમ જોરદાર વરસાદ થયો પરંતુ એક-દોઢ મહિના સુધી વરસાદ બિલકુલ ન વરસ્યો હતો. અને તે બાદ એટલો વધારે વરસાદ આવ્યો કે અનેક જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. ન માત્ર ડુંગળીના પાકને પરંતુ દરેક શાકભાજી પર અનિયમિત વરસાદની વિપરીત અસર પડી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આવનાર દિવસોમાં આ ડુંગળીના ભાવ હજી પણ વધી શકે છે.  

Assembly Elections: 5 करोड़ अधिक वोटर तय करेंगे Rajasthan में किसकी बनेगी  सरकार, निर्वाचन आयुक्त ने दी जानकारी - many crore more voters will decide  whose government will be formed in Rajasthan

ડુંગળી અને રાજકારણને ગાઢ સંબંધ છે!

ડુંગળીના ભાવ વધતા સરકારની ચિંતા પણ વધતી હોય છે. ડુંગળીના ભાવ અને સરકાર જાણે એકબીજા સાથે જોડાયેલા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશ, મિઝોરમ અને છત્તીસગઢમાં ચૂંટણી થવાની છે. ઉપભોક્તા મંત્રાલયની વેબસાઈટ અનુસાર, 29 ઓક્ટોબર, રવિવારના રોજ દેશમાં ડુંગળીની મહત્તમ સરેરાશ કિંમત 83 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી.   


સરકારે ડુંગળીના ભાવને નિયંત્રિત રાખવા લીધા આ પગલા

ગુજરાતી મીડિયા રિપોર્ટ અનુસાર ચૂંટણી રાજ્ય મધ્ય પ્રદેશમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 44.28 રૂપિયા છે. રાજસ્થાનમાં તે 34 રૂપિયા પ્રતિ કિલો, છત્તીસગઢમાં 42 રૂપિયા, મિઝોરમમાં 65 રૂપિયા અને તેલંગાણામાં 38 રૂપિયા પ્રતિ કિલો છે. ચૂંટણી સિવાયના રાજ્યોની સરખામણીમાં આ રાજ્યોમાં રાહત છે, પરંતુ ડુંગળીએ મોંઘવારીના મુદ્દે ઘણી સરકારોને પરેશાન કરી છે. સરકારને પણ ડુંગળીના ભાવ વધશે તેવી ભીંતિ હતી જેને કારણે સરકારે ઓગસ્ટ મહિનામાં જ ડુંગળીના નિકાસ પર 40 ટકા જેટલી ડ્યુટી લગાવી દીધી હતી જેને કારણે ડુંગળી સ્થાનિક માર્કેટોમાં જ રહે. 31 ઓક્ટોબર સુધી આ આદેશ લાગુ રહેશે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.