ટામેટા બાદ હવે ડુંગળીએ લોકોને રળાવ્યા, એક જ સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 20 ટકાનો વધારો નોંધાયો


  • Published By : Admin
  • Published Date : 2023-08-17 22:01:32

રાજ્યમાં છેલ્લા બે મહિનાથી શાકભાજી અને ફળોના ભાવમાં બેફામ વધારો થયેલો જોવા મળ્યો છે. ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે ડુંગળીએ લોકોને રડાવવાનું શરૂ કર્યું છે.  ડુંગળીના ભાવમાં હવે વધારો નોંધાયો છે. એક જ સપ્તાહમાં રિટેઇલ બજારમાં ડુંગળીના ભાવ 10થી 15 રૂપિયા જેટલા ઊંચકાયા છે. જેના કારણે હવે લોકોના બજેટ પર અસર સર્જાઇ છે. ડુંગળી એક સપ્તાહ પહેલા એપીએમસી બજારમાં પ્રતિ કિલો 20 રૂપિયા આસપાસ મળતી હતી.  રિટેઇલ બજારમાં 40 રૂપિયે કિલો ડુંગળી મળી રહી છે. તો શહેરમાં વિસ્તાર પ્રમાણે ભાવ વધુ જોવા મળી રહ્યો છે. કે જ્યાં કેટલાક વિસ્તારમાં 50થી 60 રૂપિયા કિલો ડુંગળી મળી રહી છે. આમ એક જ સપ્તાહમાં ડુંગળીના ભાવમાં લગભગ 20 ટકા જેટલો વધારો થયો છે.


હજુ ભાવ વધવાની આશંકા


ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે પણ ડુંગળીના ભાવમાં અચાનક જ વધતા સૌને આશ્ચર્ય થયું છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં ડુંગળી નાશિક, પુણે, અને સૌરાષ્ટ્રમાંથી આવતી હોય છે. જેમાં હાલ સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડથી ડુંગળી આવવાનું બંધ છે અને માત્ર નાશિક અને પુણેથી ડુંગળી આવી રહી છે. જોકે ત્યાં વરસાદની અસરના કારણે ડુંગળીને નુકસાન થતાં અને આવક ઓછી થતા ભાવમાં વધારો નોંધાયો છે અને હજુ પણ આ ભાવ વધવાની શક્યતા વેપારીઓ સેવી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે