ઓનલાઈન સટ્ટામાં દેવાદાર થયેલા પોલીસકર્મીએ હર્ષ સંઘવીને કરી આ વિનંતી, video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-17 18:10:08

દેશ અને રાજ્યમાં યુવાનો ઓનલાઈન ગેમના રવાડે ચડી રહ્યા છે, આ શોખ સમય જતા આદત બની જાય છે. ઓનલાઈન ગેમના કારણે ઘણી વખત યુવાનો દેવાદાર બની જતા તેમના માટે જીવવું મુશ્કેલ બની જાય છે. એક યુવાન પોલીસકર્મીનો વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરતો જોવા મળે છે. આ કિસ્સો તમામ યુવાનો માટે લાલબત્તી સમાન છે. 


સમગ્ર ઘટના શું છે?


નવઘણભાઈ ભરવાડ નામનો પોલીસકર્મી અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામના મૂળ વતની અને મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવે છે. નવઘણભાઈ ભરવાડ છેલ્લા કેટલાક અરસાથી ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયા હતા. આ લતને કારણે અગાઉ તેમના માથે રૂ.8 લાખનું દેવું થઈ જતા આ દેવું માંડ માંડ પરિવારજનોએ ભરી દીધું હતું, પરંતુ ઓનલાઈન ગેમની ખરાબ લતે ચઢી ગયેલા આ પોલીસકર્મીએ તાજેતરમાં જ ફરી રૂપિયા 24 લાખનું દેવું કરી દીધું હતું. દેવાના ભાર નીચે દબાઈ ગયેલા નવઘણ ભરવાડે 24 કલાક પહેલાં મોબાઇલ પર વીડિયો બનાવી હર્ષ સંઘવીને મદદ માટે આજીજી કરી વાઇરલ કરી દીધો હતો. ત્યાર બાદ નવઘણભાઈ ભરવાડે તેમના પોતાના મોબાઇલને સ્વિચ ઓફ કરી ઘર છોડી દીધું હતું.


કોન્સ્ટેબલને શોધવા પોલીસ દોડતી થઈ


પોલીસ કોન્સ્ટેબલ નવઘણભાઈ દેવાભાઈ ભરવાડનો આ વીડિયો વાઇરલ થતાની સાથે જ પોલીસ દોડતી થઈ હતી.પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને છેલ્લા મોબાઇલ લોકેશન પ્રમાણે તપાસ આદરી હતી. અંતે પોલીસે નવઘણ ભરવાડને મજરા નજીકથી હસ્તગત કરી લીધો હતો.  પોલીસે નવઘણ ભરવાડને ત્યાંથી લઇને પરિવાર સાથે તેમનો મેળાપ કરાવ્યો હતો અને તેમને આત્મહત્યા ન કરવા સમજાવ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે