ગુજરાતના પૂર્વ ગવર્નર ઓપી કોહલીનું નિધન, CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ આપી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-02-20 19:33:29

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી નેતા ઓપી કોહલીનું  87 વર્ષની વયે અવસાન થયું છે. ઓપી કોહલી  એટલે કે ઓમ પ્રકાશ કોહલીના નિધનના સમાચાર તેમની પૌત્રીએ સોશિયલ મીડિયા મારફતે આપ્યા છે. તેમણે લખ્યું કે,  મારા દાદા શ્રી ઓમપ્રકાશ કોહલી, ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસભાના સાંસદનું નિધન થયું છે. આવતીકાલે સવારે 11.30 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, આ દુઃખદ સમાચારથી રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુખ્યમંત્રી, નેતાઓ ઓમપ્રકાશ કોહલીને તેમને સોશિયલ મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. 


CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ આપી શ્રધ્ધાંજલી


ઓપી કોહલીના નિધન પર CM ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રા્જય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. તેમના સરળ વ્યક્તિત્વ અને શિક્ષણ ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ. હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી શોક સંદેશો પાઠવ્યો છે, તેમણે લખ્યું કે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ, ભાજપના અગ્રણી નેતા ઓમપ્રકાશ કોહલીજીના નિધનના સમાચાર અત્યંત દુ:ખદ છે, તેમનું સમર્પણ અને સેવાભાવ લોકોને હંમેશા પ્રેરણા આપતા રહેશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે