OPEC+ એ ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલનો કાપ મૂકવાની કરી જાહેરાત, ભારત પર શું થશે અસર, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-05 21:04:47

ક્રૂડ ઓઈલની કિંમતોમાં ફરી એક વખત વૈશ્વિક સ્તરે ભડકો થાય તેવી શક્યતા છે. સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ તેલ ઉત્પાદક દેશોની સંસ્થા OPEC+એ તેલ ઉત્પાદનમાં ભારે કાપની જાહેરાત કરી છે. સાઉદીએ કહ્યું છે કે, OPEC+ દેશો   જુલાઈમાં ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલનો કાપ મૂકશે. આ જાહેરાત બાદ જ એશિયન ઓઈલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. ઓપેક પ્લસે એમ પણ કહ્યું છે કે, 2024માં તેલ ઉત્પાદનમાં કાપ મૂકવાનો આ લક્ષ્યાંક વધારીને 1.4 મિલિયન બેરલ પ્રતિ દિવસ કરવામાં આવશે. OPEC+ દેશોના આ નિર્ણય બાદ તેલ ઉત્પાદન ગત ઘણા વર્ષોની તુલનામાં આ વર્ષે સૌથી નીચલા સ્તરે પહોંચી જશે. 


ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી


આ આઘાતજનક જાહેરાતની અસર એ હતી કે WTI ફ્યુચર્સ લગભગ 5% ઉછળીને  73 ડોલર ની નજીક પહોંચી ગયો, વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પણ બેરલ દીઠ  78 ડોલરની નજીક પહોંચી ગયો હતો. તેલ ઉત્પાદનમાં કાપની અસર સોમવારે એશિયાઈ બજારમાં પણ જોવા મળી હતી અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 2.4% વધીને પ્રતિ બેરલ 77 ડોલર પર પહોંચી ગઈ હતી. રવિવારે રશિયાના નેતૃત્વમાં OPEC+ની બેઠક યોજાઈ હતી જેમાં તેલ સમૃદ્ધ દેશોએ તેલની ઘટતી કિંમતો વધારવાના ઉપાયો અંગે ચર્ચા કરી હતી. OPEC+ મીટિંગ પછી, સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાને કહ્યું, 'બજારમાં સ્થિરતા લાવવા માટે અમે જે પણ જરૂરી હશે તે કરીશું.'


 ઓઈલ ઉત્પાદનમાં OPEC+ની છે મોનોપોલી


વિશ્વના ક્રૂડ ઓઈલમાં OPEC+નો હિસ્સો લગભગ 40% છે અને તેના નિર્ણયો તેલની કિંમતો પર મોટી અસર કરી શકે છે. OPEC+એ 13 તેલ ઉત્પાદક દેશોનું સંગઠન છે જેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, રશિયા, ઈરાન, ઈરાક, કુવૈત વગેરે દેશોનો સમાવેશ થાય છે.


ભારત પર નહીં થાય અસર


સાઉદી અરેબિયાના આ પગલાથી આગામી મહિનાઓમાં તેલના ભાવમાં વધારો થશે અને માંગમાં અનિશ્ચિતતા સર્જાશે. જો કે ભારત પર આની ખાસ અસર થશે નહીં કારણ કે ભારત તેની જરૂરીયાતનું સૌથી વધુ તેલ રશિયા પાસેથી આયાત કરે છે. નાણાકીય વર્ષ 2023માં, રશિયા સિવાય, સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ, અમેરિકા અને અન્ય દેશો સહિત અન્ય તમામ દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. આરબીઆઈએ તેના નાણાકીય વર્ષ 23ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, '2022-23માં ભારતના ક્રૂડ ઓઈલની આયાતના સ્ત્રોતમાં ફેરફાર થયો છે. આમાં રશિયાનો હિસ્સો એક વર્ષ પહેલા 2% થી વધીને 19.1% થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિશ્વમાં તેલનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે