Sansadમાં વિપક્ષી સાંસદોએ કર્યો હલ્લાબોલ! MPને સસ્પેન્ડ કરાયાનો સાંસદો કરી રહ્યા છે વિરોધ, કર્યા સૂત્રોચ્ચાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-19 11:37:57

શિયાળું સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી હંગામો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા લોકસભાની કાર્યવાહી દરમિયાન સુરક્ષા ચૂક થઈ હતી જેનો વિરોધ વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવી રહ્યો છે. બંને સદનોમાં ભારે હોબાળો થતા અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. હોબાળાને પગલે 92 સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવતા તેનો વિરોધ આજે સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદોએ કર્યો હતો. સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું . સૂત્રોચ્ચાર સાંસદો કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી પણ જોડાયા છે. મલ્લિકાર્જુન ખડગેએ માગ કરી છે કે સંસદમાં સુરક્ષા ચૂક મામલે અમિત શાહ સદનમાં નિવેદન આપે.  

    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે