INDIA ગઠબંધનનો મહત્વનો નિર્ણય, હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે વિપક્ષના નેતાઓ


  • Published By :
  • Published Date : 2023-07-21 21:16:54

મણિપુરમાં છેલ્લા 80 દિવસથી હિંસા ચાલી રહી છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર હિંસાને રોકવાના તમામ પ્રયાસો કરી રહી છે  તેમ છતાં હજુ સુધી સફળતા મળી નથી. 19 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. વીડિયોમાં કુકી સમાજની મહિલાઓ સાથે થયેલી બર્બરતાના કારણે સમગ્ર દેશની જનતા શરમમાં મુકાઈ ગઈ હતી. આ ઘટના બાદ વિદેશી મીડિયામાં પણ ભારતની નિંદા કરવામાં આવી હતી. આ મુદ્દે ગૃહમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી નેતા મણિપુરમાં હિંસા અંગે સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે. દરમિયાન, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ના નેતા આગામી સપ્તાહના અંત સુધીમાં મણિપુરની મુલાકાત લઈ શકે છે. સોમવારે સવારે વિપક્ષી નેતાઓ મણિપુર જવાની તારીખની જાહેરાત કરી શકે છે. વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયામાં સામેલ સહિત 26 દળનો સમાવેશ થાય છે.


મમતા બેનર્જીએ આપી જાણકારી


હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જાણકારી આપી હતી. તૃણમુલ કોંગ્રેસ (TMC) ચીફ બેનર્જીએ ગુરૂવારે જણાવ્યું હતું કે, તેઓ રાજ્યની મુલાકાત કરવા અંગે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી રહી છે. સુત્રો અનુસાર તેમણે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રીને પણ મણિપુર મુલાકાત અંગે વાતચીત કરી છે.  


મણિપુરમાં હિંસા શા માટે ફેલાઈ?


મણિપુરમાં, 4 મેના રોજ, મીતેઈ સમુદાયના લગભગ 1,000 લોકોએ કુકી સમુદાયના એક ગામ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ હુમલાખોરોએ બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરી હતી. આ દરમિયાન ટોળાએ આ બે મહિલાઓ સાથે બર્બરતાની તમામ હદ વટાવી દીધી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરાયેલા 4 લોકોમાંથી એક વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલ 4 માંથી એક વ્યક્તિ ઘટના દરમિયાન ભીડનો ભાગ હતો. પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ 32 વર્ષીય હુઈરેમ હેરાદાસ તરીકે થઈ છે. આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે આરોપીઓને બક્ષવામાં નહીં આવે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે