પરષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત! રાજકોટમાં ભાજપના મધ્યસ્થી કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયત્ન, તાપીમાં પણ થયો વિરોધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-19 13:15:09

રાજકોટ લોકસભા બેઠક રણમેદાનમાં ફેરવાઈ ગઈ છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રુપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓ પોતાની માગ પર અડગ છે તો બીજી તરફ ભાજપ પણ પોતાની વાત પર મક્કમ દેખાઈ રહી છે. આ બધા વચ્ચે રાજકોટમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર તોડફોડનો પ્રયાસ કરાયો તો તાપીમાં રુપાલાનું પૂતળુ બાળવામાં આવ્યું.... 

રાજકોટમાં ભાજપના કાર્યાલય પર હુમલાનો પ્રયાસ, તોડફોડ કરવાના ઈરાદે ઘૂસ્યા કેટલાક શખ્સ

અમિત શાહે આપ્યું પરષોત્તમ રૂપાલાને આશ્વાસન!

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પરષોત્તમ રુપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે.. વિરોધ શરૂ થયો ત્યારે આ વિરોધ માત્ર પરષોત્તમ રૂપાલા પૂરતો સીમિત હતો પરંતુ હવે આ વિરોધ ભાજપ વર્સિસ ક્ષત્રિય સમાજમાં પરિવર્તત થઈ રહ્યો છે... વિવાદનો કોઈ નિવેડો પણ નથી આવ્યો. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેનું પરિણામ કંઈ ના આવ્યું. આવામાં અમિત શાહ ગુજરાત આવ્યા છે... અને પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર કર્યો.. આ દરમિયાન તેમણે એવુ કહ્યું કે, રુપાલાએ દિલથી માફી માગી છે... 

rajkot_bjp_zee2.jpg

કાર્યાલયમાં તોડફોડ કરવાનો કરાયો પ્રયત્ન 

એક તરફ વિવાદને શાંત કરવાનો પ્રયત્નો થઈ રહ્યો છે તો બીજી તરફ રાજકોટમાં એવી ઘટના સામે  આવી છે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય..! રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ સ્થિત 71 વિધાનસભાના મધ્યસ્થી કાર્યાલય પર તોડફોડ કરવા માટે કેટલાક શખ્સો આવી પહોંચ્યા હતા. આ યુવકોએ કાર્યાલય પર પથ્થર ફેંકવાનો અને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. મોડી રાતે રાજકોટ વિધાનસભા 71ના કાર્યાલય પર મોટો હુમલો થતા રહી ગયો. કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાર્યાલયને તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી 

કાર્યલય ઉપરના બિલ્ડીંગ પરથી પથ્થરો ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યાલય પર કારમાં આવેલા કેટલાક વ્યક્તિઓ તોડફોડ કરવા પહોંચ્યા હતા. જોકે, યુવકો તોડફોડ કરે તે પહેલાં ઘટના સ્થળે પર  પોલીસ આવી પહોંચી હતી. પોલીસ આવી પહોંચી તેના યુવકોનો હુમલાનો પ્રયાસ અસફળ બનાવ્યો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો એક દિવસ અગાઉ પણ એક બુકાનીધારી શખ્સે પડદા અને શમિયાણામાં આગચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો... 


પોલીસે તપાસ આરંભી

હાલ આ સમાચાર સત્તાવાર રીતે બહાર નથી આવ્યા.. મોડી રાત્રે દોઢ વાગ્યે આ કૃત્ય કરવામાં આવ્યું હતું...પણ સિક્યોરિટી ગાર્ડને જોઈ જતા બુકાનીધારી શખ્સ ફરાર થયો હતો...  ભાજપે આ બાબતે કોઈ ફરિયાદ નથી નોંધાવી... પણ ગઈકાલે ફરીએકવાર તોડફોડનો પ્રયાસ કરવામાં આવ્યો ... જો કે પોલીસ પહોંચી જતા આ પ્રયાસ નિષ્ફળ રહ્યો.... 4 શખ્સો પોલીસને જોઈને કારમાં ફરાર થયા હતા તેમની તપાસ શરુ કરવામાં આવી છે... 



તાપીમાં કરાયો પરષોત્તમ રૂપાલાનો વિરોધ 

તો બીજી તરફ, તાપી જિલ્લામાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. તાપી જિલ્લામાં પરસોત્તમ રૂપાલાનું પૂતળું બનાવી ગામના સીમાડે પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વાલોડ તાલુકાના શાહપોર ગામમાં મહિલાઓએ અને પુરુષોએ વિરોધ કર્યો હતો. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ના માત્ર પરષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કર્યું પરંતુ ભાજપની પ્રવેશબંધીના બેનરો પણ લગાવ્યા, ઉપરાંત પરષોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. 


રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કોઈને અધિકાર નથી!

રુપાલાની ટિકિટ રદ કરવી કે યથાવત રાખવી તે ભાજપનો નિર્ણય છે...લોકશાહી ઢબે વિરોધ કરવો એ ક્ષત્રિય સમાજનો હક છે... પણ એ યાદ રાખવુ પણ જરુરી છે કે અરાજકતા ફેલાવવી એનો કોઈને અધિકાર નથી....રાષ્ટ્રની કે રાજ્યની સંપતિને નુકસાન પહોંચાડવું એનો કોઈને અધિકાર નથી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે