સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષનો હોબાળો, કોંગ્રેસના 9 સહિત 15 સાંસદ સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-12-14 17:55:20

સંસદના શિયાળું સત્રના નવમા દિવસે એટલે કે ગુરૂવારે સંસદની સુરક્ષામાં ચૂક મામલે આજે બંને ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ સુત્રોચ્ચાર કરી હંગામો મચાવતા દિવસ દરમિયાન ઘણી વખત કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. લોકસભા અધ્યક્ષે વારંવાર વોર્નિગ આપ્યા બાદ પણ સાંસદોએ હોબાળો ચાલુ રાખતા સ્પિકરે વિપક્ષના 14 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે રાજ્ય સભામાંથી ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને પણ સંપુર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને ગૃહના કુલ 15 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  


કઈ પાર્ટીના કેટલા સાંસદ સસ્પેન્ડ?


સંસદના બંને ગૃહોમાંથી જે 15 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં 9 કોંગ્રેસ, 2 સીપીએમ, અને એક સીપીઆઈના સાંસદ છે. કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મણિકમ ટાગોર, ટીએન પ્રતાપન, હિબી ઈડન, જોથિમણી, રામ્યા હરિદાસ, ડીન કુરિયાકોઝ, એમડી જાવેદ, વીકે શ્રીકંદન, બેની બેહનનનો સમાવેશ થાય છે. જ્યારે ડીએમકેના સાંસદો કે કનિમોઝી અને એસઆર પાર્થિબન, સીપીએમના સાંસદો પીઆર નટરાજન અને એસ વેંકટેશન અને સીપીઆઈના સાંસદ કે સુબારાયણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોના સસ્પેન્સનનો પ્રસ્તાવ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ મુક્યો હતો, જેને સ્પિકરની ખુરશી પર બિરાજમાન ભર્તૃહરિ મહતાબે સ્વિકારી લીધો હતો. આ સાંસદોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વિપક્ષના સાંસદ સતત સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે