પંજાબમાં OPS લાગુ, ગુજરાતમાં પણ લાગુ કરવા AAPએ આપ્યો વાયદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:11:41

હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ગુજરાતમાં પણ ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ જશે. ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ એટલે કે OPSની માગણીઓ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મોટો ધડાકો કરી દીધો છે. અરવિંદ કેજરીવાલે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા મામલે જણાવ્યું હતું કે...


અરવિંદ કેજરીવાલે શું ટ્વીટ કરી? 

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાણ કરી હતી કે આમ આદમી પાર્ટીએ પંજાબની જનતાને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનો વાયદો કર્યો હતો તે પૂરો કરી દીધો છે. આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં ન્યૂ પેન્શન સ્કીમ હટાવી દીધી છે. આજથી ભગવંત માને પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરાવી દીધી છે. ન્યૂ પેન્શન સ્કીમ લોકો માટે અયોગ્ય છે. સમગ્ર દેશમાં ફરીથી જૂની પેન્શન સ્કીમ લાગુ કરી દેવી જોઈએ. 


ગુજરાતમાં પણ OPS ચાલુ કરીશું: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો હતો કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ટૂંક સમયમાં ચૂંટણી છે. જો હિમાચલ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે હિમાચલ અને ગુજરાતની જનતાને લાલચ આપી હતી કે જો હિમાચલ અને ગુજરાતમાં પણ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી હોય તો આમ આદમી પાર્ટીને મોકો આપો. 


ભગવંત માને પંજાબમાં OPS લાગુ કરી 


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વીડિયો બહાર પાડીને જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે ચૂંટણી પહેલા લોકોને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે વાયદો કર્યો હતો. લોકોની માગણી હતી કે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે માટે અમે જૂની પેન્શન સ્કીમ પંજાબમાં લાગુ કરી દીધી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે